ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં છોકરા અને છોકરીઓ સાથે રહી શકશે
એન.આર.આઈ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો નિર્ણય
અમદાવાદ
અમદાવાદની હોસ્ટેલમાં હવે છોકરાઓ અને છોકરીઓ સાથે રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે જાહેર કરવામાં આવ્યુ છે. કે એન.આર.આઈ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં હવે છોકરા અને છોકરીઓ સાથે રહી શકશે. આ નિર્ણય થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે મારા મારી થઈ હતી પછી નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય. આ હોસ્ટેલોમાં કુલ 92 રૂમ હશે. આ સમગ્ર રૂમ તમામ સુવિધાઓ રાખવામાં આવશે. હોસ્ટેલમાં પહેલા માટે 12 રૂમ હશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા દિવસ પહેલા એન.આર.આઈ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીએ છોકરા અને છોકરીઓની હોસ્ટેલમાં હવે એક કરી દેવામાં આવી છે. આ હોસ્ટેલમાં કુલ 4 માટ હશે. પહેલા માળે છોકરીઓ રહેશે. જ્યારે બીજા અને ત્રીજા માળે છોકરાઓને રાખવામાં આવશે. આ ચાર માળની હોસ્ટેલમાં દરેક માળે 20 – 20 રૂમ રાખવામાં આવશે. અને દરેક રૂમમાં 4 વિદ્યાર્થી રહી શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસમાં પ્રથમ વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહેવાલ રાહુલ દેસાઈ
Average Rating