અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટર ઉપર હમલો કર્યો
અમદાવાદ,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દીના સંગા વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બોલાચાલી એટલી ઉગ્ર હતી કે દર્દીના સગાએ ડોક્ટર નિરવભાઈ પ્રિવણભાઈ દિયોરા પર હાથ ઉપાડી લીધો હતો. અને તેમને ગંદી ગાળો બોલતા હતા. દર્દીના સંગાએ કહ્યુ કે તમે મારા પપ્પાની ઓપરેશન કેમ નથી કરતા અમારે ધક્કા ખાવા પડે છે તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને દર્દીના સગાએ ડોક્ટર ઉપર હમલો કર્યો હતો.
હોસ્પિટલમાં અવનવા બનાવો બનતા હોય છે. દર્દીના સગાઓ અમુક વાર ઉશ્કેયાઈને ડોક્ટર ઉપર હમલો કરી દેતા હોય છે. તેમને માર મારતા હોય છે. બસ આવો બનાવ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં થયો હતો. શુક્રવારે બપોરે બાર વાગ્યાને આજુબાજુમાં દર્દીના સગાએ કહ્યુ કે તમે મારા પપ્પાનું ઓપરેશન કેમ નથી કરતા તેમ કહી ડોક્ટર નિરવભાઈ ઉપર લાફો મારી દીધો હતો. અને તેમને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધા હતા. જ્યારે તેમની જોડે રહેલા વિપૂલભાઈ ચૌધરી તેમને બચાવા ગયા હતા ત્યારે તેમના ઉપર હમલો કર્યો હતો. તેને ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શુક્રવારે બપોરે દર્દીના દિકરા રજનતભાઈ રામનેશભાઈ રાજપૂતે ઉ. 27 વર્ષ અમદાવાદમાં કૃષ્ણનગરમાં રહે છે. રજનભાઈના પિતાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે શુક્રવારે બપોરે બાર વાગ્યાને આજુબાજુમાં રજનતભાઈને ડો. નિરવભાઈને કહ્યુ કે તમે મારા પપ્પાનું ઓપરેશન કેમ નથી કરતા હમારે રોજ ધક્કા ખાવા પડે છે. તેમ કહેતા ઉશ્કેરાઈને તેમને ડોક્ટર ઉપર લાફો મારી દીધો હતો. જ્યારે ડોક્ટર નિરવભાઈને બાજુમાં ઉભેલા ડોક્ટર વિપૂલભાઈ વચ્ચે પડતા તેમના ઉપર પણ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. અ જોતા આજુબાજુના ડોક્ટરો અને સિક્યુરીટી ગાર્ડ ભેગા થઈ ગયા હતા. અને તેમને છોડાવાનો પ્રયત્ન કર્યો હતો. રજનતભાઈને ડોક્ટરોને ગંદી ગાળો બોલીને ડોક્ટર નિરવભાઈ ઉપર હમલો કર્યો હતો. આ જોતા ડોક્ટર નિરવભાઈએ દર્દીના દિકરા રજનભાઈ ઉપર પોલીસ ફરીયાદ નોંધાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ