સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાની જોબની જાહેરાત આપીને લોકોની છેતરતીં ગેંગની ધરપકડ કરી
અમદાવાદ,
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે દિલ્લીની એક ગેંગ પકડી પાડી છે. જે સરકારી નોકરી આપવાના બહાને લોકોને છેતરપીંડી કરતા હોય છે. તેમના પાસેથી પૈસાની વસૂલી કરતા હોય છે. બસ આવી એક ગેંગ જે સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનામાં તમને જોબ સરકારી આપશે તેવું કહીને ફી પેટે રૂપિપા 2450 ઓન લાઈન રૂપિયા ભરાવતા હોય છે.
દિલ્લીમાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એક એવી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. કે જે સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થામાં તમને ઉચા પગાર અને સરકારી જોબ આપવાના બહારને તમારા જોડેથી હજારો રૂપિયા પચાવી પાડે છે. અને આ એવી ગેંગ છે જે અલગ અલગ ન્યૂઝ પેપરમાં પોતાની જાહેરાત આપતા હોય છે. આ જાહેરાત વાંચીને જે લોકો સરકારી નોકરી મેળવા માટે કોલ કરતા હોય છે. જ્યારે લોકો કોલ કરે ત્યારે તેમના કહેવામાં આવે છે. કે તમને સરકારી નોકરી મળશે અને ગુજરાતમાં તથા મધ્ય પ્રદેશમાં ટ્રેનીગ માટે મોકલવામાં આવશે. અને ટ્રેનીગનો ખર્ચ પેટે રૂપિપા 2450 ઓન લાઈન આપવા પડશે. જ્યારે ઓન લાઈન પૈસા આપવામાં આવે ત્યારે ફોન સ્વીચ એફ કરી દીધા હોય છે. અને લોકોને ખબર પડે છે. કે તે ફોર્ડનો શિકાર બન્યા છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવા લોકો વધુ શિકારના બને ત્યારે પોલીસ ઈન્સપેક્ટર બી.એમ કાતરીયા, કે.એલ ખટાણાની ટીમ ભોગબનાર વ્યક્તિઓને શોધીને છેતરપિંડી કરનાર ગેંગ સુધી પહોચી શકે તે માટે ફરીયાદ નોંધાવી હતી.
આ ગેંગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ છે. અકરમ અસ્પાકહુસેન તુર્કે ઉ. 49 રહે, સી/11, ગલી નં – 2 જુના ગોબીનપુરા, પૂર્વ દિલ્હી, (2) મનોજકુમાર જયપ્રકાશ શર્મા ઉ.52 રહે. ગામ ખોળા, જી. ગાજીયાબાદ, ઉત્તર પ્રદેશ (3) શિવશંકર વૃંદાવન અવસ્થી ઉ. 55 ગામ ખોળા, ગાજીયાબાદ આ તમામ આરોપીને ધરપકડ કરવામાં આવી છે. અને તેમની પાસે પાંચ ફોન, એક લેપટોપ, અને રોકડા 48000 રૂપિયા મળી આવ્યા છે.
અહેવાલ Rahul deshi