આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી ) આંગણવાડી ની કુલ ૧૭૬ કાર્યકર અને તેડાગર બહેનોને તેઓના અગત્યની બાળ વિકાસ અને બાળ સંસ્કાર ના ઉમદાકાર્ય ની ફરજને સામાજીક ઉત્તરદાયિત્વ
નિભાવવાના શુભ આશય થી આ સ્ત્રી સશક્તિકરણના સરકારશ્રી ના કાર્ય ને ઉજાગર કરવામાં અમારી બન્ને સંસ્થાઓએ ઉત્તમ કાર્ય કરી સામાજીક કાર્યક્રમોનો નવો ચીલો ચાતર્યો છે. આ કાર્યક્રમ નું સંચાલન ડો.મનોજભાઈ પરમારે કર્યું હતું. સહયોગ ધીરજભાઈ સોલંકીએ કર્યો. આભારવિધિ પ્રવિણભાઈ કે. રાઠોડ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ અતિઉત્તમ સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમ મા મહેમાનો મા ડી.એમ.સોલંકી સાહેબ, ધારપુર સિવિલ ના એમ.એસ પારૂલબેન શર્મા, જય ભીમ ફાઉન્ડેશન ના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબહેન સોલંકી, પીનલબેન સોલંકી(કોર્પોરેટર), હિરલબેન પરમાર (કોર્પોરેટર), રમેશભાઈ પરમાર (સામજીક આગેવાન) , ઉર્મિલાબેન પટેલ, ગૌરીબેન સોલંકી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ લૉ ના ડીન ડૉ.અશોકભાઈ શ્રોફ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વીરેન્દ્ર સાધુ, રાજેન્દ્ર પરમાર, ડૉ. ચિરાગ મકવાણા, કમલેશભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, મહેશભાઈ જાદવ, ગીતાબેન સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સાધનાબેન પરમાર, મહેશભાઈ ઝાલા, રમેશભાઇ વાણિયા, અજયભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, જગદીશભાઈ ગવાણીયા, પરેશાબેન, દક્ષાબેન સોલંકી તેમજ નામી અનામી મિત્રો નો સિંહ ફાળો રહ્યો છે.