હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા હિંમતનગરસાંબરકાઠામાં રહેતા નિવૃત પોલીસકર્મીના ઘરે બપોરે પતિ અને પત્નીને બપોરના સમયે ઘરમાં કોઈ હત્યા કરી ભાગી ગયો હતો. અને તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. અને જ્યારે લોકો ઘરની અંદર ગયા ત્યારે નિવૃત્ત પોલીસકર્મી પતિ અને પત્ની લોહીલુહાણ હાલતમાં જમીન તેમની લાશ પડેલી હતી. આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.સાંબરકાઠામાં ભરબપોરે દંપતીનું મર્ડર થઈ જાય છે.
અને કોઈને ખબર પડતી નથી. બસ આવી હિંમતનગરમાં મોટકોટડા ગામમાંના વતની અને હાલ હિંમતનગરમાં રામનગરમાં રહેતા વિક્રસિંહ ભાટી અને તેમના પત્ની મીનાકુમારીનું આજરોજ બપોરે તેમના ઘરમાં ઘૂસીને કોઈ અજાણ્યા શખ્સે તેમનું હત્યા કરી નાખી છે. જ્યારે સોસાયટીના સભ્યોને ખબર પડી ત્યારે સોસાયટીમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને મર્ડર થવાની વાત પોલીસને ખબર પડી ત્યારે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ ચાલુ કરી લીધી છે.જ્યારે દંપતીની હત્યા થઈ ત્યારે સોસાયટીના લોકો ઘરની અંદર ગયા ત્યારે દંપતી ઘરના અંદર જમીન ઉપર લુહીલુહાણમાં તેમની લાશ પડેલી હતી. અને તેમના ઘરમાંથી તીક્ષ્ણ હથિયારો તેમના ઘરમાંથી મળી આવેલા હતા. જ્યારે આ મર્ડરની વાત સમગ્ર હિંમતનગમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને આસપાસના વિસ્તારોમાં એક ચર્ચાનો વિષય છે. અને અજાણ્યા વિરુદ્ધ સામે મર્ડરનો ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક નિવૃત્તિ પોલીસક્રમીને દિવસ દરમિયાન ઘરમાં ઘૂસીને તેમનું મર્ડર થઈ જાય તે એ ખુબ જ દુખની વાત છે.
Average Rating