1) કલ્યાણસિંહ શિવસિંહ દ્વારા સને ૨૦૧૯ ની સાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન મારી એક બ્રેઝા ગાડી ઈંગ્લીશ દારૂ ૪૧ પેટી પકડેલ હતી અને તે ગાડી મારી ન હોવા છતાં મારી પાસેથી ૧૨ લાખ પુરા રોકડા લઈ ૧૦ બોટલનો કેસ મારા નામે બનાવી અમારો તોડ કરેલ હતો.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(2) કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન રાણીપ હદ વિસ્તારમાં અલગ અલગ દારૂના વેપારી સાથે ધંધો કરવા માટે સંપર્ક કરાવી તેઓને દેશી દારૂ પરો પાડીએ આપવાન સેટીંગ કરવા – અને કેસો નહી કરવા માટે દર ૬ માસે ૨(બે) લાખ માસીક ભરણ પેટે લેતા હતા. સને ૨૦૧૯ થી સને ૨૦૨૪ સુધી અમોને દારૂના ધંધામાં અમારા નામે વેપાર કરાવતો હતો અને ૨૦૨૪ સુધી એક પણ કેરા કે ફરીયાદ અમારી સામે કરતા ન હતા કારણ કે અમો તેઓને રેગ્યુલર ભરવાની રકમ ચુકવી દેતા હતા :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(3) ત્યારબાદ કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાંથી ઝોન-૨ માં બદલી થતા તેઓ ઝોન -૨ ડી.સી.પી. સાહેબશ્રી તથા સેક્ટર -૧ સાહેબના નામનો વહીવટદાર તરીકે ઝોન-૨ સાહેબના નામે દર માસે રૂા.૨,૫૦,૦૦૦/- તથા સેકટર-૧ સાહેબના નામે દર માસે રૂા. ૧,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરમણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(4)કલ્યાણસિંહ ઝોન-૨ માંથી પી.સી.બી માં બદલી થતા પી.સી.બી ના વહીવટદાર હોવાનું જણાવી અમોને કહેલ કે જો તારે દારૂનો ધંધો કરવો હોય તો પી.સી.બીમાં બધા સાહેબોનુ મળીને કુલ દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવવા પડશે અને આખા અમદાવાદમાં જો પી.સી.બીમાં કોઈ રોકે તો ફકત મારું નામ આપવાનુ કે કલ્યાણસિંહ નો માણસ છું. તે મુજબ અમો દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(5) ઉપર જણાવ્યા મુજબ ની ભરણ(લાંચ) ની રકમ આ કલ્યાણસિંહ શિવસિંહ સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસ ચોકીની બાજુમાં એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં લેવા પોતે આવતા હતા. અને અમુક સમયે સાબરમતી રેલ્વે સ્ટેશન બહાર ઉભા રહી અમોને ફોનથી અથવા અન્ય માણસો મોકલી અમોને જણાવે કે કલ્યાણસિંહ આ જગ્યા ઉપર તમોને બોલાવે છે અને અમો ત્યાં જઈને તેઓની નકિક કર્યા મુજબનુ ભરણ ચુકવી આપતા હતા અને ભરણના બદલામાં આખા અમદાવાદમાં દેશી દારૂના છુટક વેચાણ કરનારાઓ સાથે અમારો સંપર્ક કરાવી હઅને તેઓની સાથે અમારી ઓળખાણ કરાવી આપતો હતો અને દેશીઠારૂ અમારી પાસેથી જ લેવાનુ નકિક કરી આપતો હતો. સતત અમો સાથે વોટસએપ કોલ તથા ડમી નંબરોથી કોન્ટેકટ રાખતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(6) ગત તા. ૨૪/૦૧/૨૦૨૪ નારોજ કણભા પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થતા અમો જેલમાં જતા રહેલ હતા જેથી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- અમો કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી તેઓ અમોને તેઓના મળતીયા માણસો ઘ્વારા મારા ઘરે મોકલી જણાવતા હતા કેજાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો મજા નહી આવે કલ્યાણસિંહ તમને કોઈને છોડશે નહી તેવી ધમકી મારા ઘરે આપવા આવતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(7) કણભા પોલીસ સ્ટેશનમાં કણભા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ.૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબના કામે સાબરમતી જેલમાં મારી પુછપરછ માટે સ્ટેટ વીજીલન્સ ના ડી.વાય.એસ.પી સાહેબશ્રી કે.ટી.કામરીયા સાહેબ મારી પુછપરછ કરવા આવેલ કે હુ દારૂના ધંધમાં કોને કોને કેટલા પૈસા (ભરણ) ચુકવતો હતો અને કોની કોની મદદથી હુ દારૂનો વેપાર પોલીસની રહેમ નજર હેઠળ ચલાવતો હતો તે દરમ્યાન મે. અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓના નામ આપેલ અને આ કલ્યાણસિંહનુ નામ પણ કે.ટી.કામરીયા સાહેબને આપેલ. અને તે સંધર્ભે અમદાવાદ શહેરમાંથી ૧૦ થી ૧૫ પોલીસ કર્મચારીઓ મારી સાથે સંકળાયેલા હોવાનુ કોલ ડીટેઈલ અને મારા મોબાઈલમાં વોટસએપ ચેટ મળી આવેલ જે આધારે આપ સાહેબશ્રી ની કચેરી ધ્વારા તમામ પોલીસ માણસોને અલગ અલગ જીલ્લામાં બદલી કરેલી :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
.(8) આ કલ્યાણસિંહ શિવસિંહ હાલ અમદાવાદ પી.સી.બીના વહીવટદાર તરીકેનીઓળખ આપે છે. અને તમામ દારૂ જુગાર ના ધંધાવાળા પાસેથી રેગ્યુલર ભરણની રકમ નકિક કરીતેઓને ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે પરમીશન આપી તેઓની સામે કોઈ કેસ ન થાય તેવી તકેદારીઓ રાખી અધધ રકમ ભરલ પેટે મેળવી હાલ આખા અમદાવાદમાં ગેરકાયદેસર ધંધાઓ કરાવે છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(9) આ કલ્યાણસિંહ શિવસિંહ સને ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી અમો તથા પરિવારમાં મારો સાળો ઝાકીર ઈસ્માઈલ શેખ તથા અન્ય માણસો સામે ખાલી ગાડીઓ રોડ ઉપરથી ઉભી રખાવી લઈ લે છે અને બહારથી દારૂ મંગાવી તેઓને વોન્ટેડ આરોપી બતાવી ખોટા ખોટા કેસો ઉભા કરે છે અને મારા ઘરે માણસો મોકલે છે અને જણાવે છે કે જયાં સુધી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- મને નહી આપો ત્યાં સુધી આવા કેસો કરવાનુ ચાલુ જ રહેશે. જેથી વિચારી લો કે તમારે શું કરવું છે.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(10) ગત. તા. ૧૪/૧૦/૨૦૨૪ નારોજ વચગાળાના જામીન ઉપર આવતા મને માલુમ પડેલ છે. તા.૨૫/૦૯/૨૦૨૪ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુરનં ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી એક આઈ-૧૦ ગાડી તથા એકટીવા સાથે દેશીદારૂનો કેસ કરેલ છે જેમાં આરોપી નં. ૨ તરીકે મારો ભત્રીજો નામે હર્ષલ અમોપ્રકાશ ભાટી ને વોન્ટેડ બતાવી કોઈ આરોપી પકડાયેલ ન હોવા છતાં ખોટુ નામ લખી દીધેલ છે. અને આ મારો ભત્રીજો સગીર ઉંમરનો છે તેનો આજદિન સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. અને કોઈપણ ગેરકાયદેસર ધંધા સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં તેનુ નામ વોન્ટેડ તરીકે નાંખી દીધેલ છે. અનેકલ્યાણસિંહ શિવસિંહ ના માણસો મારા ઘરે આવી જણાવેલ છે કે આ શરૂઆત છે ધીરે ધીરે આખા ઘરના તમામ સભ્યોની સામે કેસો કરીશ તેના પહેલા બાકી ભરણનીરકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો હજ ઘરની સ્ત્રીઓને પણ વોન્ટેડ બતાવવાનુ ચાલુ કરી દઈશ. તેવું આ કલ્યાણસિંહના અલગ અલગ માણસો મારા ઘરે આવી જણાવે છે.આમ હાલ હુ જાન્યુઆરી મહિનાથી જેલમાં છુ કોઈપણ દારૂનો ધંધો હુ કે મારો પરિવાર ચલાવતો નથી. અને તેમ છતાં ફકત જાન્યુઆરી મહિનાના ભરણની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- નહી ચુકવેલ હોવાથી મારા પરિવારના સભ્યો જેમાં સગીર બાળકો વિરૂધ્ધ ખોટા કેસો કરે છે. અને હાલ હુ વચગાળાના જામીન ઉપર બહાર આવેલ હોવાથી વિગતવાર મને તમામ બાબતો જાણેલ જેથી મારે હાલની ફરીયાદ કરવાની જરૂર પડેલ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી મારા સગીર ભત્રીજા ઉપર જે ખોટો કેસ કરેલ હોઈ જેથી અમોએ તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં F/SCR.A/40518/2024 થી કવોશીંગ પીટીશન કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સને ૨૦૧૯ થી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિના સુધી મારી કે મારા પરિવાર ઉપર એક પણ કેસ કરેલ નથી. કારણ કે હુ તેમને નકિક કર્યા મુજબનુ નિયમિત ભરણ ચુકવતો હતો પરંતુ જેલમાં જવાથી હુ દારૂનો ધંધો કરતો ન હોવાથી સાડા સાત લાખ એક માસનુ ભરણચુકવી આપેલ નહી જેથી તેનો દૂષભાવ રાખી મારા પરિવારના સભ્યો સગીર બાળકો સામે ખોટા પ્રોહીબીશનના કેસો કરી હેરાનગતિ કરી સતત નાંણાની માંગણી મળતીયા માણસો ધ્વારા કરાવાનું ચાલુ રાખેલ હોઈ જેથી અમો હાલ તેઓનો કોઈપણ શરતોને સ્વિકારી શકીએ તેમ ન હોઈ અને મારા પરિવારને દારૂના ધંધામાં ખોટી રીતે આ કલ્યાણસિં સંડોવી રહેલ હોઈ તેઓની સામે મારી કાયદેસરની ફરીયાદ છે.આ કલ્યાશસિંહ શિવસિંહ હાલ સમગ્ર અમદાવાઠના કારૂ જુગાર નો ધંધા વાળાઓને ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે પી.સી.બી તરફથી પરમીશન આપી મોટી રકમ ભરણપેટે મેળવી ધંધા ચલાવે છે. તેઓની નોકરીમાં જોડાવા ત્યારની અને અત્યારની ચલ-અચલ સંપતિ ની તપાસ કરવામાં આવે તો ઘણ બધુ બહાર નિકળી આવે તેમ છે. અને અમો પાસેથી રૂ.૩.૫૦,૦૦૦/- બરણની રકમ બાકી હોવાથી અમારા ઘરના તમામ સભ્યોની સામે ખોટા દારૂના કેસો કરે છે અને હજુ પણ અન્ય કેસો કરી કસાવવાન કામ કરી રહેલ હોઈ આ કલ્યાણસિંહ શિવસિંહ ની સામે કાયદેસર પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી મારા પરિવારના સભ્યોની સામે ખોટા કેસો ન કરે તેવુ રક્ષણ આપવા મારી આપ સાહેબશ્રીને વિનંતિ છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી બાટી
*| Ahemdavad Breking news | પીસીપી માં ફરજ બજાવતા કલ્યાણસિંહ પર બુટલેગર દ્વારા મોટા આક્ષેપ…**Good day Gujarat News*
Average Rating