બોગસ કંપની ઉભી કરી બ્લેકનાં નાણાં વ્હાઇટમાં કરવાનું વડોદરામાં ઝડપાયુ17ની ધરપકડઃ એન્જલ બ્રોકિંગ કસ્ટમર કેરના નામે બનાવટી કંપની ઊભી કરાઈ હતી-બોગસ કંપની ઉભી કરીને બ્લેકના નાણાં વ્હાઇટમાં કન્વર્ટ કરવાનું એક કૌભાંડ વડોદરામાં ઝડપાયુ છે. એન્જલ બ્રોકીંગ કસ્ટમર કેરના નામે બોગસ કંપની ઉભી કરીને તેના થકી વોટસ્ અપ ગ્રુપ ઉભુ કરીને લાખ્ખો રૂપિયાની હેરાફેરી કરનાર ૧૭ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે.
આ ટોળકી દ્વારા વડોદરાની એક કંપનીમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલાના ૯૪.૧૮ લાખ પડાવ્યા હતા. પકડાયેલા તમામને આજે અદાલતમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મિત્રતાના નાતે નાણાંની હેરાફેરી કરનારાઓ જ હજી પોલીસના હાથમાં લાગ્યા છે, મોટા માથાઓની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
#VadodaraScam #Fraud #PoliceAction #BogusCompany #IllegalActivities #CorporateCrime #Justice #LegalSystem #WhiteCollarCrime #CorporateFraud #Investigation #Enforcement #GooddayGujaratnews #Gujarat
Average Rating