Read Time:54 Second
અમદાવાદમાં મંદિરના જીર્ણોદ્ધાર મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત, સાત લોકો ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 70 વર્ષીય નેવીબેન મેવાડાનું મોત થયું છે, જ્યારે ઘાયલ સાત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઝોન-1ના ડીસીપી સફીન હસને કહ્યું કે, “આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.” ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)
Average Rating