0
0
Read Time:51 Second
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરતા રાજપૂત સમાજના યુવકોની અટકાયતજામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના યુવકોની પોલીસે બુધવારે રાતે અટકાયત કરી છે. જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા રેલી અને સભાનું આયોજન કરાયુ હતું. દરમિયાન આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો આવી પહોંચ્યા હતા અને ‘ભાજપ હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, સભાસ્થળે પહોંચે એ પહેલાં તેઓને ઝડપી પડાયા છે.
ઇલા મારું રાજકોટ
Average Rating