Categories
Amadavad

અમદાવાદ ના ઝોન 2 ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ના સટ્ટાનો જુગાર રમતા 2 આરોપીને ઝડપી પાડયા

Views: 27
0 0

Read Time:2 Minute, 46 Second

આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા બે આરોપીઓને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ કચરાજી તથા હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ તથા અ.લો.૨. રોનકકુમાર જયરામભાઈ બને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૬ રો નંબર- બી સીટ નં ૧૩૩ તથા તેની બાજુમાં બેઠેલ આરોપીઓએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુ મેચે પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટાની આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઈલ ફોન નંગ-૦૨ તથા રોકડા નાણા રૂ.૧૩,૨૦૦/- મળી કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેઓની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :- (૧) ચિંતનકુમાર ખોડાભાઈ પટેલ ઉવ ૨૬ રહે.ગામ નગરાસણ, પ્રજાપતિ વાસ તા.કડી, જી.મહેસાણા

(૨) ધર્મેશ ભગવાનભાઈ પ્રજાપતિ ઉવ ૨૮ રહે. મનં ૧૬ દેવદર્શન સોસાયટી સીંધબાદ હોટલની પાછળ, કલોલ જી.ગાંધીનગર

(૨) વોન્ટેડ: આઈ.ડી. આપનાર વિક્રમસિંહ ઉર્ફે સોનુ દીલીપસિંહ સોલંકી રહે. ગામ-રાજપુરા જી.મહેસાણા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *