Categories
Ahemdabad crime news

જો તમે આઈ.પી.એલ. ક્રીકેટ મેચ નો સટ્ટાનો જુગાર રમવા ની ફિરાક માં હોય તો ચેતી જજો કેમકે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦2 બાજ નજર થી નહિ બચો

Views: 20
0 0

Read Time:2 Minute, 43 Second

આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨,

ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ તેમજ પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૫ રો નંબર-ડી સીટ નં ૧૦૬ માં બેઠેલ આરોપીએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુમેચે પોતાના મોબાઇલ ફોનમાં બુકી પાસેથી મેળવેલ જુદા-જુદા માસ્ટર આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા સારૂ જુદા જુદા ગ્રાહકોને આઈ.ડી. આપી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી મોબાઈલ ફોન નંગ-૦૧ તથા રોકડા નાણા રૂ.૧૭,૬૦૦/- મળી કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પ ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ:-

(૧) રોહીતકુમાર પ્રભુભાઈ પ્રજાપતિ ઉવ ૨૬ રહે. ગામ- નગરાસણ પ્રજાપતિવાસ, તા.કડી, જી.મહેસાણા

(૨) વોન્ટેડ: માસ્ટર આઈ.ડી. આપનાર. (૧) કિરણભાઈ પટેલ રહે. કડીજી.મહેસાણા (૨) મીહીર પટેલ રહે. કડી જી.મહેસાણા (૩) અંકીત પટેલ રહે.મહેસાણા (૪) આર.કે. અમદાવાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *