Categories
Crime vadodara

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતુ
વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું. તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે.
.
.

.
.
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:1 Minute, 44 Second

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. શ્રી જી.આર.ભરવાડ તથા હે.કો. રેવાભાઈ તથા હે.કો. અમીત તથા ટીમ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી ભગવાનદાસ દેવેન્દ્રકુમાર દુબે ઉ.વ.૩૮ રહે. બી/૩૦૩, સિધ્ધાત પ્રવેશ વટવા ગામડી રોડ વટવા અમદાવાદ શહેરને શંખેશ્વર કોપ્લક્ષની સામે વટવા રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી ટી.વી.એસ કંપનીનુ જ્યુપીટર નંબર GJ-27-FA-3005 કિ.રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી વીસેક દિવસ પહેલા વટવા ધન લક્ષ્મી સોસાયટી પાસે આવેલકુશાલ આવાસ ફલેટના પાર્કીંગમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે બાબતે વટવા પોલી સ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે. આગળની કાર્યવાહી માટે વટવા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

આત્મહત્યા અમદાવાદ વિસ્તાર અલગ અલગ વિસ્તાર ના બનાવ

0 0
Read Time:2 Minute, 24 Second

આત્મહત્યા

સોલા હાઇકોર્ટ: પિન્ટુભાઈ નવીનભાઈ દરજી (ઉ.વ.૩૫)(રહે.સેક્ટર-૦૬, ચાણક્યપુરી) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૯/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિનુભા જેઠુભા ચલાવે છે.

રીવરફ્રન્ટ વેસ્ટઃ ભરતભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.૪૩)(રહે.વસંત રજબ ક્વાર્ટર, જગદિશ પાર્ક સામે બહેરામપુરા દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૧૩ સવારના ૧૧/૧૫ વાગ્યા પહેલા રિવરફ્રન્ટ પશ્ચીમ તરફના ભાગે એન.આઇ.ડી. પાછળ સી.ડી.નંબર-૪૮૪૮ પાસે વોક- વે નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પરેશભાઇ કાનજીભાઇ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (૧) નરોતમ બબાભાઇ સોલંકી (ઉ.વ.૩૪) રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ વ્યાસવાડીની પાછળ નવા વાડજ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૮ ૧૦ વાગ્યા સુભાષબ્રીજ રીવરફ્રન્ટ ગાર્ડનની પાછળ ઘાટ નંબર-૪ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (ર) મોહમદઆરીફ મોહમદહનીફ શેખ(ઉ.વ.૩૫)(રહે.અલબસરપાર્ક સદાની ધાબી વટવા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ બપોરના ૧૨/૫૦ વાગ્યા માસ્તર કોલોની પાછળ ઘાટ નંબર-૭ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

પર્સ ઝુંટવી લઇ ગયાઃ- મણીનગરઃ

0 0
Read Time:51 Second

પર્સ ઝુંટવી લઇ ગયાઃ-

મણીનગરઃ ગીતાબહેન વા/ઓ સુનીલભાઇ બોગમ (ઉં,વ,૪૨)(રહે. ગુ.હા.બોર્ડ સરસ્વતી સ્કુલની બાજુમાં નવા બાપુનગર) એ તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૪/૨૦૨૩ રાતના ૯-૨૦ વાગ્યાના સુમારે મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ગીતાબહેનના પાસેનું પર્સ ખેંચી ઝુંટવી નાસી ગયા હતા. આ પર્સમાં રોકડ રૂપિયા ૨,૦૦૦/- અને સોનાનુ મંગળસુત્ર કિંમત રૂપિયા ૫૫,૦૦૦/- મુકેલ હતુ, આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.બી.ગોસ્વામી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયાઃ બાપુનગરઃ

0 0
Read Time:1 Minute, 32 Second

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયાઃ બાપુનગરઃ

બાપુનગરઃ કિરણકુમાર વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ.૩૯) રહે,શ્રીનાથ એવન્યુ દિપક સાયકલની બાજુમાં રઘુનાથ હિન્દી હાઈસ્કુલ ની પાસે બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૪/૨૦૧૩ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર રઘુનાથ હિન્દી હાઈસ્કુલની પાસે આવેલ દિપક સાયકલ” ની સામે રોડ ઉપર પોતાના મિત્ર સાથે ચાલતા પસાર થતા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) કિરણકુમારના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા તેમજ સાહેદ ભાવદિપ સગર તા.૨૮/૦૪/૨૦૨૩ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે બાપુનગર એપ્રોચ સ્વામીનારાયણ રોડ જલસાગર ફ્લેટ સામે પત્ની સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ભેગામળી ભાવદિપ સગરના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.કુંપાવત ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ઘરફોડ:સોલા હાઇકોર્ટ

1 0
Read Time:45 Second

ઘરફોડ:સોલા હાઇકોર્ટઃ મહેશકુમાર હરીલાલ ચંદારાણા (ઉ.વ.૭૦)(રહે,શીવનગર ચાણક્યપુરી બ્રિજની પાસે, ઘાટલોડીયા)એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૪/૨૦૨૩ રાતના ૧૧/૩૦ થી તા.૨૯/૦૪/ર૦ર૩ સવારના ૬/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.સાધૂ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપિંડી ઘાટલોડીયાઃ

0 0
Read Time:1 Minute, 1 Second

ઘાટલોડીયાઃ હીરેનભાઇ ગજેન્દ્રપ્રસાદ પંડ્યા (ઉ.વ.૫૧)(રહે,સ્ટેટ્સ-ર, સામ્રાજ્ય ટાવર સામે, માનવમંદીર, મેમનગર) એ તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ વોટસએપ નંબર ૯૭૩૦૧૭૬૧૭૮ ના ધારકે હીરેનભાઇને ફોન કરી પોતાની ઓળખ સરકારી લોન ફાયનાન્સર” તરીકે આપી, હીરેનભાઇને વિશ્વાસમાં લઇ કુલ એંશી લાખની લોન મંજુર કરાવી આપવાનું કહી, અલગ-અલગ બહાને હીરેનભાઇ પાસેથી કુલ રૂપિયા ૧,૬૦,૯૯૨/- મેળવી લઇ, હીરેનભાઇને કોઇ લોન નહીં આપી તેમજ રૂપિયા પણ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી આર.જે.ચૌધરી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપીંડીઃ-સેટેલાઇટઃ

0 0
Read Time:1 Minute, 8 Second

વિશ્વાસઘાત અને છેતરપીંડીઃ-સેટેલાઇટઃ

મુકેશકુમાર મદનલાલ દોશી (ઉ.વ.૫૮)(રહે.હાસ ચોક્સી બઝાર, ઉમરેઠ તા.ઉમરેઠ જી,આણંદ) એ તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૩/૨૦૨૩ થી તા.૨૮/૦૪/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી *ગ્રેસીયસ હોલી ડે ફર્મ નિરલ ઉર્ફે જીમી તરૂણભાઇ પારેખ (રહે.શિવાની એપાર્ટમેન્ટ, સહજાનંદ કોલેજ પાછળ આઝાદ સોસાયટી આંબાવાડી) એ મુકેશભાઇ તથા અન્ય સાહેદો ને કેનેડા રિટર્ન ટીકીટ કન્ફર્મ કરી આપવાનો વિશ્વાસ આપી, તમામ પાસેથી RTGS દ્વારા અલગ-અલગ સમયે કુલ રૂપિયા ૧૫,૯૬,૦૦૦/- મેળવી લઇ નાસી જઇ તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એ.રાઠોડ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ શહેર ની આંગણવાડી તેમજ તેડાઘર બહેનો નું ત્રીશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તેમજ જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા સન્માનિત કાર્યક્ર્મ યોજાયો.

0 0
Read Time:2 Minute, 42 Second

આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી ) આંગણવાડી ની કુલ ૧૭૬ કાર્યકર અને તેડાગર બહેનોને તેઓના અગત્યની બાળ વિકાસ અને બાળ સંસ્કાર ના ઉમદાકાર્ય ની ફરજને સામાજીક ઉત્તરદાયિત્વ

નિભાવવાના શુભ આશય થી આ સ્ત્રી સશક્તિકરણના સરકારશ્રી ના કાર્ય ને ઉજાગર કરવામાં અમારી બન્ને સંસ્થાઓએ ઉત્તમ કાર્ય કરી સામાજીક કાર્યક્રમોનો નવો ચીલો ચાતર્યો છે. આ કાર્યક્રમ નું સંચાલન ડો.મનોજભાઈ પરમારે કર્યું હતું. સહયોગ ધીરજભાઈ સોલંકીએ કર્યો. આભારવિધિ પ્રવિણભાઈ કે. રાઠોડ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ અતિઉત્તમ સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમ મા મહેમાનો મા ડી.એમ.સોલંકી સાહેબ, ધારપુર સિવિલ ના એમ.એસ પારૂલબેન શર્મા, જય ભીમ ફાઉન્ડેશન ના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબહેન સોલંકી, પીનલબેન સોલંકી(કોર્પોરેટર), હિરલબેન પરમાર (કોર્પોરેટર), રમેશભાઈ પરમાર (સામજીક આગેવાન) , ઉર્મિલાબેન પટેલ, ગૌરીબેન સોલંકી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ લૉ ના ડીન ડૉ.અશોકભાઈ શ્રોફ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વીરેન્દ્ર સાધુ, રાજેન્દ્ર પરમાર, ડૉ. ચિરાગ મકવાણા, કમલેશભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, મહેશભાઈ જાદવ, ગીતાબેન સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સાધનાબેન પરમાર, મહેશભાઈ ઝાલા, રમેશભાઇ વાણિયા, અજયભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, જગદીશભાઈ ગવાણીયા, પરેશાબેન, દક્ષાબેન સોલંકી તેમજ નામી અનામી મિત્રો નો સિંહ ફાળો રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %