0
0
Read Time:45 Second
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, 3 લોકોના સ્થળ પર મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભોળાદ પાટિયા પાસે રવિવારે સવારે 6 વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી છે.