0
0
Read Time:47 Second
વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદથી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરતા વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી આ ટ્રેન વડોદરા સવારે 7 વાગ્યે પહોંચશે અને રાતે 8:16 વાગ્યે મુંબઈથી પરત વડોદરા આવશે. પેસેન્જર એસોસિએશનના મહંમદ હબીબ લોખંડવાલાએ કહ્યું કે, “વડોદરાના લોકો એક દિવસમાં મુંબઈથી પરત આવી શકશે.” વડોદરામાં ટ્રેનને 3 મિનિટનું સ્ટોપેજ મળશે.
Average Rating