0
0
Read Time:45 Second
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે IPS નરસિમ્હા કોમરની નિમણૂક કરાઇ
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી નરસિમ્હા કોમરની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાથી બદલી કરીને સુરત શહેરના પોલીસ કમિશ્નર બનાવાયા છે. નોંધનીય છે કે, IPS નરસિમ્હા કોમરને વર્ષ 2023માં ગુજરાત પોલીસમાં એડિશનલ ડીજીપી તરીકે સુરક્ષા વ્યવસ્થાની સારી કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો.
Average Rating