Categories
vadodara

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

Views: 8
0 0

Read Time:1 Minute, 48 Second

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

વડોદરા

વડોદરા એરપોર્ટને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરીયો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા ઈમેલ ક્યાથી આવ્યો હતો. તેની તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલા દિલ્હીની સ્કુલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. પણ તે ખાલી અફવા નીકળી હતી. પણ આજે સવારે 11 વાગ્યે વડોદરા ખાતે એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેથી એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ તરત જ એક્સનમાં આવી ગયા હતા. અને એરપોર્ટ ઉપર તાત્કાલિક બોમ્બ સ્કોવોડને બોલાવામાં આવ્યુ હતુ. અને સમગ્ર એરપોર્ટ ઉપર તાત્કાલિક સુરક્ષાને લઈને એરપોર્ટ ઉપર તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ એરપોર્ટ ઉપર તપાસ કરી ત્યારે કોઈપમ શંકાસ્પદ વસ્તુઓ મળી નહી હતી. પણ આ ઈમેલ ક્યાથી આવ્યો હતો. અને કોને મોકલ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બોમ્બથી એરપોર્ટને ઉડાવાની ધમકી આપવામાં હતી. આ વાતની ખબર પડતા ત્યાના મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. પણ જ્યારે ચેકિગમાં કોઈ પણ વાધાજનક વસ્તુ ના મળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *