Categories
Amadavad

ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો

0 0
Read Time:43 Second

ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે. હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં તંત્રએ રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે. જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા RTOને આદેશ આપવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં કરણી સેનાના રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ક્ષત્રિય આગેવાનની અપીલ

0 0
Read Time:51 Second

અમદાવાદમાં કરણી સેનાના રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ક્ષત્રિય આગેવાનની અપીલ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરીને વાનમાં બેસાડતી વખતે પોલીસકર્મીએ તેમની પાઘડી ઉછાળી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ અંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, “આ કૃત્યમાં જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માટે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરૂ છું.” પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા રાજ શેખાવતે ગુસ્સે થઈને બૂમાબૂમ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ કાબુ મેળવ્યો

0 0
Read Time:50 Second

અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ કાબુ મેળવ્યો

અમદાવાદના ગોતામાં ચેહર એસ્ટેટમાં સોમવારે રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર વિભાગ મુજબ, 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાતા કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન હતા. અન્ય કોઈ ફાયર સિસ્ટમ નહતી. ઘટનામાં ચારથી પાંચ ગોડાઉન બળી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ઝોન 2 સ્કોર્ડ ની કાબીલે તારીફ કામગીરી

0 0
Read Time:53 Second

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી આઈપીએલની લાઈવ મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્સોને પોલીસે પકડી લીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમાડતા દીપક મોહાનાનીને પોલીસે પકડી લીધો છે. ઉપરાંત પ્રેક્ષકો વચ્ચે બેસીને સટ્ટો રમાડતા બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે. દીપક મોબાઈલ ફોન વડે મેચ દરમિયાન 11 યુઝરને આઈડી વડે સટ્ટો રમાડતો હતો. આ કેસમાં રાજેશ માહેશ્વરીને વોન્ટેડ જાહેર કરાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી નાખે તેવો કિસ્સો

1 0
Read Time:2 Minute, 12 Second

પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી નાખે તેવો કિસ્સો

અમદાવાદ

અમદાવાદમાં એક પિતાએ પોતાની સગી પુત્રી પર છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ જોતા પુત્રી ડરીને ઘરની બહાર જતી રહી હતી. અને બુમા બુમ કરતા પિતા ઘરેથી ભાગી ગયો હતો. અને પરિવારના જાણ થતા પરીવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી દે તોવો બનાવ આજે અમદાવાદમાં આવેલા રામોલ વિસ્તારમાં બન્યો હતો. જ્યારે પિતાજ પોતાની પુત્રી સાથે છેડતી કરી હતી. પિતા અને પુત્રી, તેમના બહેન અને બેનવી સાથે રહી છે. જ્યારે આખુ ઘર મજૂરીકામ ગયુ હતુ. ત્યારે તકનો લાભ લઈને પિતાએ નશાની હાલતમાં પોતાની સગી પુત્રી પર છેડતી કરતી હતી. ત્યારે પુત્રીએ તેનો વિરોધ કર્યો હતો. અને અને તરત જ ઘરની બહાર દોડી આવી હતી.પુત્રીની માતા 11 વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયુ છે. અને પિતાના નશો કરવાની આદત છે. તો પિતા નશાની હાલતમાં ઘરે કોઈ ન હોવાથી તકનો લાભ લઈ પોતાની સગી પુત્રી ઉપર નજર બગાડી હતી. અને ઘરના બધા સભ્યો મજૂરીકામ ગયા હતા. ત્યારે પોતાની નાની પુત્રી ઘરમાં એકલી હતી. ત્યારે પિતા નશાની હાલતમાં પોતાની સગી પુત્રી ઉપર નજર બગાડી હતી અને તેને છેડતી કરી હતી. આ જોતા પુત્રીએ તેના વિરોધ કરતા તે ઘરની બહાર આવી ગઈ હતી. જ્યારે તેની ફઈ ઘરે આવી ત્યારે સમગ્ર માહિતી તેના ફઈને કહ્યુ હતુ. ત્યારે આ મામલો ગંભીરતાથી લઈને સમગ્ર પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. અને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ Rahul deshi

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વહેલી સવારથી જ અમદાવાદમાં ઈન્મકટેક્સનો વિવિધ એકમો ઉપર દરોડો

0 0
Read Time:2 Minute, 9 Second

વહેલી સવારથી જ અમદાવાદમાં ઈન્મકટેક્સનો વિવિધ એકમો ઉપર દરોડો


ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલમાં ઈન્મકટેક્સની રેડ


અમદાવાદ


અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઈન્કમટેક્સનો દરોડો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે 75થી વધારે અધિકારી તપાસ કરી રહ્યા છે. વિવિધ સ્થળો ઉપર રેડ પાડીને બેનામી સંપતિ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલસમાં ઈન્કમટેક્સમાં સાથે 13થી વધારે સ્થળો ઉપર રેડ પાડવામાં આવી હતી.
શહેરોમાં આજે વહેલી સવારથી જ ડેરીઓ અને હોટલોના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા મોટા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ રેડ પાડવાનું ચાલુ કરી દીધુ છે. બસ આવામાં અમદાવાદ ખાતે આવેલી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર ઈન્કમટેકનો દરોડો પાડવામાં આવી રહ્યો છે. આજ સવારથી જ ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલમાં ઈન્કમટેકના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેડ પાડી છે. અને તેમના હાથે કેટલી બેનામી સંપતિ હાથ લાગી હોવાનું માનવામાં આવે છે. અને આશ્રમ રોડ ઉપર આવેલા એકમો ઉપર પણ રેડ પાડવામાં આવી રહી છે.
અમદાવાદમાં આજે કુલ 13 જગ્યારે ઈન્મકટેક્ષનો દરોડો પાડવામાં આવ્યો છે. તેમની સાથે 75થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયેલા છે. અને અમદાવાદ શહેરમાં વિવિધ ડેરીઓ અને મોટી હોટલોમાં રેડ પાડવામાં આવી રહી છે. અને જ્યા પણ રેડ પાડીને તેમાં બિનામી સંપતિ મળી આવી હોવાની સંભાવના રહેલી છે. આજ સવારથી ઈન્મકટેક્ષનો દરોડો પડવાથી અમદાવાદના મોટા મોટા વેપારીઓ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના માધવપૂરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા ડીસીપી ઝોન 2 ને કેમ નથી નજરે પડતા???

1 0
Read Time:3 Minute, 31 Second

માધવપુરા પોલીસ સ્ટેશન ની ઇદગા ચોકી ની આસપાસ ૧૦ દેશી દારૂ ના અડ્ડા

ઇદગા ચોકી ના પીએસઆઈ કેમ ચૂપ??

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…??

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે

માધવપૂરા પોલીસ સ્ટેશન ના ઇદગા પોલીસ ચોકી ની હદ માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા ના નામ સરનામા

1 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે. મનોજ ઉર્ફે મનીયો દેશી દારૂ નો અડ્ડો

2 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામેકમલેશ ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

3 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે હસુ બેન ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

4 માધવપુરા ઠાકોર વાસ અબાજી માતા ના મંદીર બાજુમાં વિનોદ પ્રતાપજી ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

5 માધવપુરા ઠાકોર વાસ રામાપીરનો નો ટેકરો લાલા કચોરી વાળા ની સામે સવિતા બેન લાલભાઈ ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

6 બીજી ટાવર ની બાજુમાં શાક માર્કેટ ની અંદર દિલ્હી દરવાજા ની બહાર બુટલેગર કીશોર ઉર્ફે મગો નો દેશી દારૂ નો અડ્ડો

7 બીજી ટાવર ની બાજુમાં શાક માર્કેટ ની અંદર દિલ્હી દરવાજા ની બહાર બુટલેગતોલી નો દેશી દારૂ નો અડ્ડો

8 માધવપુરા ફૂલપુરા ની અંદર બુટલેગર ધનીયો મોચી નો દેશી દારૂ નો અડ્ડો

9 માધવપુરા મોજડી બજાર બુટલેગર રમેશ ઉર્ફે કાનીયો નો દેશી દારૂ નો અડ્ડો.

10 માધવપુર રામદેવ મસાલા ની પાસે દિલ્હી બહર બુટલેગર કીશોર ઉર્ફે મગો અને ટોલી નો દેશી દારૂ નો અડ્ડો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વાઘ બકરી ચાનો ડુપ્લીકેટ 26 હજારનો જથ્થો ઝડપાયો

0 0
Read Time:2 Minute, 21 Second

વાઘ બકરી ચાનો ડુપ્લીકેટ 26 હજારનો જથ્થો ઝડપાયો

અમદાવાદ

અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાંથી વાધ બકરી ચાના ડુપ્લીકેટ વેચાણ કરતા દુકાનદાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તે 250 ગ્રામના 220 પેકજ પોલીસે કબ્જે કરી પોલીસ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.આજ કાલ ડુપ્લીકેટ વસ્તુઓ ગણી બધી બજારમાં વેચવામાં આવી રહી છે. બસ આવુ કાઈ આજે અમદાવાદમાં અમરાઈવાડી વસ્તારમાં બન્યુ હતુ.

જેમાં વાઘ બકરી ચાના ડ઼ુપ્લીકેટ ચા વેચવામાં આવી રહી હતી. અમરાઈવાડી રબારી કોલોની મેટ્રો પીલ્લર નં 71ની સામે શક્તિ ટ્રેડિંગ નામની દુકાન છે ત્યા વાધ બકરી ચાની ડુપ્લીકેટ ચા વેચવામાં આવી રહી છે. આ વાતની જાણ રાકેશ બંશીધર જે આબાંવાડી વાઘ બકરી હાઉસમાં મેનેજર તરીકે કામ કરે છે. ત્યારે તેમના ઉપર એક કોલ આવ્યો હતો જે સેલ્સ એકઝીક્યુટીવનો હતો નિખીલભાઈ ભટ્ટનો હતો. તેમણે જણાવ્યુ હતુ કે વાઘ બકરી ચા ડુપ્લીકેટ માલ અમરાઈવાડીમાં વેચાણ થાય છે.

આ વાતની જાણ થતા તે તરત જ તેમના બે સાથી જોડે બાપુનગરમાં આઝાદ કિરાણા સ્ટોર નામની દુકાને જઈને 250 ગ્રામ વાઘ બકરી ચા માગી ત્યારે ચા જ્યારે હાથમાં લીધી ત્યારે તેમને પોતાની ઓરીજનલ વાઘ બકરી ચા વચ્ચે ઘણો તફાવત લાગતા જેમ કે એમ.આર.પી જુદો હતો. પેકેજનો કલર જુદો હતો. તે તરતજ બાપુનગર પોલીસ સ્ટેશનને જઈને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.બાપુનગરમાં આવેલી આઝાદ કિરાણા સ્ટોરનો માલીક દિલશાન મોહમદઆબાદ રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે અને તેની દુકાનની તપાસ કરતા 220 પકેટ જે એક પેકેટની કિ.120, જેની કિંમત થાય છે. રૂપિયા. 26400 થાય છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદથી ધોળકા જતી બસમાં અચનાક આગ લાગી હતી

0 0
Read Time:1 Minute, 36 Second

અમદાવાદથી ધોળકા જતી બસમાં અચનાક આગ લાગી હતી

: 40 મુસાફરો સહી સલામત , કેવી રીતે આગ લાગી તે કારણ અંકબધ

અમદાવાદ

આજે અમદાવાદથી ધોળકા જતી એસ.ટી, બસમાં અચનાક આગ લાગી હતી. પણ ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં બેસેલા બધા મુસાફરો સહી સલાતમ છે. બસમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજું એક બંધ છે.હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે આગના બનાવો વધારે બનતા હોય છે. બસ આવો એક બનાવ ગુજરાત એસ.ટી.માં બન્યો હતો. જે અમદાવાદથી ધોળકા તરફ જઈ રહેલી હતી બસમાં અચાનક બસમાં આગ લાગતા બસ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. પણ બસના ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં બેઠેલા 40 મુસાફરોને સહી સલામત બહાર આવી ગયા હતા.

જ્યારે સરખેજ બાજુથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. અને જ્યારે બસમાં આગ લાગી ત્યારે આજુબાજુના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડીને આવ્યા ગયા હતા. અને ત્યાથી ફાયરવિભાગ દ્વારા તરત જ તેમને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને બસમાં સવાર 40 જેટલા બધા મુસાફરો સહી સલામતી છે. પણ બસમાં આગ કેવી રીતે લાગી હજુ અંકબધ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં આપ પાર્ટીમાંથી 600થી વધારે કાર્યકરો ભગવો ધારણ કરશે

0 0
Read Time:1 Minute, 51 Second

અમદાવાદમાં આપ પાર્ટીમાંથી આજે 600થી વધારે કાર્યકરો ભગવો ધારણ કરશે

સી.આર.પાટીલની હાજરીમાં ખેસ ધારણ કરશે
અમદાવાદ


અમદાવાદમાં ચૂંટણી પહેલા કેટલાક મોટા નેતા અને કાર્યકરો પોતાનો પક્ષ બદલીને બીજા પક્ષમાં જતા હોય છે. બસ આવું એક આજે આપના પાર્ટીના કાર્યકરોએ કર્યું છે. જે આજે અમદાવાદના 600થી વધારે કાર્યકરો આપમાંથી ભાજપમાં જોડાશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે.


હવે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. બધી પાર્ટીઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે જોર લગાવી રહ્યા છે. અને કેટલાક મોટા મોટા નેતા અને કાર્યકરો પોતાના પક્ષમાં છોડીને બીજાની પાર્ટીમાં જતા રહેતા હોય છે. આપણે જોયુ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના મોટા નેતા ગણતાત અર્જુન મોઢવાડિયા, અંબરિષ ડેર, સી.જે ચાવડા જે કોંગ્રેસના મોટા નેતા ગણવામાં આવતા હતા. તે બધા મોટા નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.


આપ પાર્ટીમાં પણ હવે આવુ થવા લાગ્યુ છે. જે લોકો આપના જોડે જોડાયેલા હતા. એ હવે વિકાસનું નામ લઈને આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમ કે આપ પાર્ટીના અમદાવાદના 600થી વધારે કાર્યકર્તાઓ આજે સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે. જે આપ પાર્ટીમાં સૌથી મોટું નુકશાન પહોંચાડશે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %