અમદાવાદમાં આપ પાર્ટીમાંથી આજે 600થી વધારે કાર્યકરો ભગવો ધારણ કરશે
સી.આર.પાટીલની હાજરીમાં ખેસ ધારણ કરશે
અમદાવાદ
અમદાવાદમાં ચૂંટણી પહેલા કેટલાક મોટા નેતા અને કાર્યકરો પોતાનો પક્ષ બદલીને બીજા પક્ષમાં જતા હોય છે. બસ આવું એક આજે આપના પાર્ટીના કાર્યકરોએ કર્યું છે. જે આજે અમદાવાદના 600થી વધારે કાર્યકરો આપમાંથી ભાજપમાં જોડાશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે.
હવે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. બધી પાર્ટીઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે જોર લગાવી રહ્યા છે. અને કેટલાક મોટા મોટા નેતા અને કાર્યકરો પોતાના પક્ષમાં છોડીને બીજાની પાર્ટીમાં જતા રહેતા હોય છે. આપણે જોયુ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના મોટા નેતા ગણતાત અર્જુન મોઢવાડિયા, અંબરિષ ડેર, સી.જે ચાવડા જે કોંગ્રેસના મોટા નેતા ગણવામાં આવતા હતા. તે બધા મોટા નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
આપ પાર્ટીમાં પણ હવે આવુ થવા લાગ્યુ છે. જે લોકો આપના જોડે જોડાયેલા હતા. એ હવે વિકાસનું નામ લઈને આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમ કે આપ પાર્ટીના અમદાવાદના 600થી વધારે કાર્યકર્તાઓ આજે સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે. જે આપ પાર્ટીમાં સૌથી મોટું નુકશાન પહોંચાડશે.
અહેવાલ રાહુલ દેસાઈ