0
0
Read Time:43 Second
ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે. હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં તંત્રએ રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે. જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા RTOને આદેશ આપવામાં આવ્યા છે.