જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા ગીતાબેન ધીરજભાઈ સોલંકીના નેજા હેઠળ બનાસકાંઠા એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબને બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
જયભીમ ફાઉન્ડેશન, પાટણના જિલ્લા પ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકીની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબને રાખડી બાંધીવાનો કાર્યક્રમ આજ તા. 16-8-2024ને શુક્રવારના રોજ આકસ્મિક ગોઠવાઈ ગયો. બહેનોએ એસ. પી.સાહેબશ્રી ને ખુબ ખુબ આશિર્વાદ આપ્યા હતા અને બહેનો દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતુ કે જેવી રીતે અમારા ભાઈ બનીને અમારી રક્ષા કરો છો બસ આવીજ રીતે કોઈ પણ સમાજ ની માઁ,બહેન કે દીકરીઓ આપના શરણે આવે તો એમને મદદ કરજો અને એમની પણ રક્ષા કરજો તેમજ વિશેષ મા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબને પાટણ ની યાદો પણ તાજા કરાવી હતી. આ રક્ષા બંધન ના પર્વ મા જયભીમ ફાઉન્ડેશન, પાટણના પ્રમુખશ્રી તેમજ પાટણ નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, સામજીક કાર્યકર સાધનાબેન પરમાર, વોર્ડ નંબર- 10 ના કોર્પોરેટર પીનલબેન સોલંકી, હેતલબેન પરમાર, વર્ષાબેન જાદવ, ભાનુબેન વાણિયા, દક્ષાબેન સોલંકી, વિભાબેન જાદવ તેમજ રાજપુત સમાજની દીકરી રીનાબા પણ હાજર હતા. સાથે સાથે બાલારામ ખાતે બાલારામ મહાદેવના દર્શન કરીને બહેનોએ ધન્યતા અનુભવી…. જયભીમ
Average Rating