Gujarat એટીએસ એ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપી પાડી
એટીએસ દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ એમડી દ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં રેડ કરી હતી…આ રેડમા કુલ ૪ કિલો મેફેડ્રોન તથા ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન મળી આવ્યું હતું… સમગ્ર પદાર્થની કુલ અંદાજિત કિંમત ૫૧.૪૦૯ કરોડ હતો અને તેનો મુદ્દામાલ એટીએસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો…
આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ પડવામાં આવ્યા હતા… તેમની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ ત્રણ સિવાય આમાં મોહમદ યુનુસ એજાઝ તથા મોહમદ આદીલ પણ સામેલ છે…એટીએસને મળેલ ગુપ્ત માહિતી અનુસાર બાકીના આરોપી મુંબઈના એક ફલેટમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગસ બનાવી વેચાણ કરતા હતા…સમગ્ર બાબતની તપાસ કરતા મુંબઈના તે ફલેટમાં રેડ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલ્લું પડ્યું હતું તથા ૧૦.૯૬૯ કિ.ગ્રા. સેમી-લીક્વીડ મેફેડ્રોન (MD) તથા બેરલોમાં ભરેલ ૭૮૨.૨૬૩ કિ.ગ્રા. લીક્વીડ મેફેડ્રોન (MD) મળી આવ્યું હતું…જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૮૦૦ કરોડની થાય છે…. તેમજ તે બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે સાધન મળી આવ્યા હતાં…
Average Rating