0
0
Read Time:50 Second
અમદાવાદના ગોતામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ કાબુ મેળવ્યો
અમદાવાદના ગોતામાં ચેહર એસ્ટેટમાં સોમવારે રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 26 ગાડીએ સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર વિભાગ મુજબ, 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાતા કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે. એસ્ટેટમાં માત્ર ફાયર એક્ઝિગ્યુશન હતા. અન્ય કોઈ ફાયર સિસ્ટમ નહતી. ઘટનામાં ચારથી પાંચ ગોડાઉન બળી ગયા છે.