Read Time:53 Second
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી આઈપીએલની લાઈવ મેચ પર સટ્ટો રમાડતા 3 શખ્સોને પોલીસે પકડી લીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમાડતા દીપક મોહાનાનીને પોલીસે પકડી લીધો છે. ઉપરાંત પ્રેક્ષકો વચ્ચે બેસીને સટ્ટો રમાડતા બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે. દીપક મોબાઈલ ફોન વડે મેચ દરમિયાન 11 યુઝરને આઈડી વડે સટ્ટો રમાડતો હતો. આ કેસમાં રાજેશ માહેશ્વરીને વોન્ટેડ જાહેર કરાયો છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)