Categories
Amadavad Crime

ડુપ્લિકેટ વિમલની બનવટ કરી ડુપ્લિકેટ વિમલનું વેચાણ કરતા આરોપીને ડુપ્લિકેટ વિમલના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ,

0 0
Read Time:3 Minute, 1 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની કંપનીનું ડુપ્લિકેટીંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં કયદેસરની કાર્યવાહી કરવા અર્થોરિટી આપવામાં આવેલ છે, અને તેઓને માહિતી મળેલ છે કે, “અમદાવાદ શહેર નરોડા રોડ મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં-બી-102 ના બીજા માળે શબ્બીરઅલી શેખ વિમલ પાન મસલાનું ડુપ્લિકેટીંગ કરી વેચાણ કરે છે.” વિગેરે મતલબની લેખિત રજુઆત કરતા તેઓને સાથે રાખી પો.સ.ઇ એમ.બી.ચાવડા એ સ્ટાફના માણસો સાથે હકિકતવાળી જગ્યા અમદાવાદ શહેર, નરોડા રોડ, મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નું-બી-102 ના બીજા માળે તપાસ કરતા આરોપી શબ્બીરઅલી સરાફતઅલી શેખ ઉ.વ.43 રહે. સૈયદ રિયાઝહુસેનની ચાલી, ચારતોડા કબ્રસ્તાન, ગોમતીપુર, અમદાવાદ શહેરનાનો ડુપ્લિકેટ વિમલની બનાવટ કરતા ડુપ્લિકેટ વિમલ બનાવવાના ઇલેક્ટ્રીક મશીન નંગ-03 કિ.રૂ.45,000/- તથા ડુપ્લિકેટ વિમલના પેકેટ કુલ્લે નંગ-1005 કિ.રૂ.1,20,935/- તથા પાન-મસાલા બનાવવામાં વપરાતો સોપારીવાળો કાચો માલ આશરે 110 કિ.ગ્રા. કિ.રૂ.27,500/- તથા પાન-મસાલામાં વપરાતો પાવડર આશરે 12 કિ.ગ્રા. કિ.રૂ.2160/- તથા નાના- મોટા વિમલ પાન-મસાલા લખેલ રોલ નંગ-8 કિ.રૂ.00/- તથા સેલોટેપના રોલ નંગ-2 કિ.રૂ.00/- મળી કુલ્લે કિ.રૂ.1,95,595/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા ઉપરોક્ત મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે વિમલ કંપનીના મેનેજરશ અમિત બુધમલ શ્યામસુખા એ કાયદેસર ફરીયાદ આપતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011230193/2023 ધી કોપીરાઇટ એક્ટ નો ગુનો દાખલ થવા પામેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઇ. એમ.બી. ચાવડા નાઓ ચલાવી રહેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ

(1) શ્રી જે.વી.રાઠોડ પો.ઇન્સ. (માર્ગદર્શન)

(2) શ્રી એમ.બી.ચાવડા પો.સ.ઇ.

(૩) અ.હે.કો. હરપાલસિંહ ધવનસંગઇ

(4) અ.હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ

(5) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર,

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર ના પોલીસ સબ ઇન્સ્પેટર પી.આર.બાંગા , પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ ની ટીમ એસ.ઓ.જી.ના હેડ ની લગત કામગીરી કરવા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સ્કોડના માણસોને મળેલ બાતમી ના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના એન.ડી.પી.એસ. ગુના ના નાહિ પકડાયેલ આરોપી અઝરૂદ્દીન ઉર્ફે મોહસીન સ/ઓ રીયાજભાઇ જાતે સૈયદ, ઉ.વ.24, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહેવાસી- બાગે તબરસુમ સોસાયટી, કૈફ મસ્જીદની બાજુમાં, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ શહેર તથા રહેમાની મહોલ્લો, ચેપી રોગ હોસ્પીટલની પાછળ, અલ્લાહનગર, દાણીલીમડા, બહેરામપુરા, અમદાવાદ શહેર વાળાને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડેલ છે.

કામગીરીકરનાર અઘિકારીઓ

19 પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા 2) પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા

3] પો.સ.ઇ.શ્રી.ઝેડ.એસ શેખ

4) HC વિજયસિંહ રજી (બાતમી)

5) HC ગજેન્દ્રસિંહ ઇશાસિંહ (બાતમી)

6 HC જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ 7) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર

0 0
Read Time:56 Second

અમદાવાદ ના એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અને જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર અને મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનના

ગુન્હામાં નાસતા ફરતા આરોપી અતુલસિંહ ઉર્ફે પડીત ચાવીરસિંહ રાઠોર ઉ.વ.ર૭ ધંધો-મજુરી રહે. એ-૪૦ર, નરોડા સ્માર્ટ સીટી, હંસપુરા, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ શહેર ને તા.૦૪/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એસ.ઓ.જી., અમદાવાદ ગ્રામ્ય ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

કલોલના મોટી ભોયણમાં રહેતી મહિલા શેરીસા નર્મદા કેનાલ જંપલાવા જતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ જીવ બચાવ્યો

0 0
Read Time:1 Minute, 34 Second

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

0 0
Read Time:2 Minute, 52 Second

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.સ.ઇ.શ્રી પી. એચ.જાડેજા તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ દ્વારા આગામી રથયાત્રા અનુસં ધાને પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન સુભાષબ્રીજ સર્કલ ખાતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સફેદ કલરની ક્રેટા કાર નં. જીજે-૨૫- જે-૯૬૪૫ ચાંદખેડાથી અસારવા તરફ જવાની બાતમી આધારે વોચમાં હતાં. ચીમનભાઇ બ્રીજ તરફથી આવતા સદર કારના ચાલકે તેની ગાડી પૂરપાટ ઝડપે વાડજ તરફ લઈ ભાગતાં સદર કારનો પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળ કા રનો ડ્રાઈવર રોડ પર કાર ઉભી કરી તેની સાથેનો એક વ્યક્તિ

ભાગવા લાગેલ જે પૈકી સાથેના આરોપી અમરત વક્તાજી પ્રજાપતિ ઉવ. ૪૮ રહે, ૭૨૦ પ્રાચીદાસનો વાસ મ્યુનિસિપલ દવાખાન પાસે અસારવા અમદાવાદ શહેરને ઝડપી લીધેલ.

કારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ/બીયર નંગ-૭૩૦ જેની કુલ કિ.રૂ. ૮૨,૦૬૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ. ૨૫૦૦/- તથા કાર નંગ-૧ – કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ .રૂ. ૭,૮૪,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ( ઇ), ૮૧,

૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ

  • આરોપી અગાઉ શાહીબાગ પો.સ્ટે. • આરોપી અગઉ માધુપુરા પો.સ્ટે.માં ઈંગ્લીશ દારૂના ૦૨ ગુનાઓ માં પકડાઇ ચૂકેલ છે,
  • આરોપી ૦૨ વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલ તથા ભાવનગર જેલમાં રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Surat

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

1 0
Read Time:6 Minute, 38 Second

ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ

ગુજરાત એ.ટી.એસ.ના ડી.આઇ.જી. શ્રી દીપન ભદ્રનનાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર શ્રી ભાવેશ પી રોજીયાનાઓ તરફથી ગુપ્ત બાતમી મળેલ કે. પાકિસ્તાન કરાંચીના ડ્રગ્સ માફીયા હાજી અનવરનાએ હેરોઇનનો માલ બોટ મારફતે ગુજરાતના દરીયા કિનારે ઉતારેલ છે અને આ હેરોઇનનો જથ્થો જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે આવેલ શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામાં સંતાડેલ છે અને આ હેરોઇનનો માલ બબલુ નામનો માણસ વાહનમાં ભરી તેની દિલ્હી ખાતે કોઇ નાઇજીરીયનને ડીલીવરી કરનારો છે.જે બાતમી હકીકત આધારે એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દીપન ભદ્રા તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી નાઓના માર્ગદર્શન હેઠળ, એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાણ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ, પો.ઈન્સ, શ્રી વી.બી. પટેલ, શ્રી જે.પી રોજીયા, શ્રી બી.એય, કોરોટ તથા, વા પો.ઇન્સ શ્રી મનન ઓઝા, પો.સ.ઇ શ્રી અજય ચૌધરી, શ્રી કે.બી.દેસાઇ, શ્રી બી.ડી.વાઘેલા, શ્રી વાય.જી,ગુર્જર તથા શ્રી આર.આર.રાઠૌર તથા વા પો.સ.ઇ શ્રી દિપ્તેશ ચૌધરી અને પોલીસ સ્ટાકની ટીમ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે રવાના કરવામાં આવેલ,તા.૧૦/૦૫/૨૦૨૩ના રોજ ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યા ખાતે સર્ચ ઓપરેશનહાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસેઆવેલ ચેક ડેમની પાળી પાસે એક શંકાસ્પદ સફેદ મીણીયાનો મોટો કોથળો મળી આવેલ. જેથીસ્થળ ઉપર સ્વતંત્ર પંચોની હાજરીમાં આ મળી આવેલ શંકાસ્પદ થેલાની તપાસ કરતા તેમાંથીત્રણ મીણીયાના નાના થેલા મળી આવેલ, જેમાં કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સ મળી આવેલ, આ પ્લાસ્ટીકના પેકેટ્સમ પાઉડર જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા તેનુ સ્થળ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સ ડીટેક્ટશન કિટની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરતા મળી આવેલ શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ખુલવા પામેલ. આમ, કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સમાં ભરેલ ૩૦.૬૬ કિલો હેરોઈન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ ૩ ૨૧૪.૬૨ કરોડની થાય છે. જે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરોઈનના જથ્થાની ડીલીવરી ઓકોયે નામના નાઈજીરીયન ઈસમને C 6H, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે થનાર હોઈ ગુજરાત એ.ટી.એસ. અને ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની એક સંયુક્ત ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત એ.ટી.એસ., ક્રાઈમ બ્રાંચ સુરત શહેર તથા એન સી.બી, દિલ્હીની સંયુક્ત ટીમ દ્વારા C 65, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્યને શોધી કાઢવામાં આવેલઉપરોક્ત મકાન ખાતે સર્ચ દરમ્યાન પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ મળી આવેલ છે, જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળેલ છે તેમજ ઓકોર્ટોનું ખરૂં નામ EKWUNIT MARCY WOG, SO OKAFOR NWOGO AA 28 વર્ષ તથા કાયમી સરનામું લાગોસ સીટી, ઓસોડી, 21 સ્ટ્રીટ, બેલે, નાઈજીરીયાનું છે. હાલમાં તે C 6B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્ટો નામની ખોટી ઓળખ આપી ભાડેથી રહે છે. આ ઉપરાંત સર્ચ દરમ્યાન ઓકોર્ટો પાસેથી મોબાઈલ ફોન મળી આવેલ છે. જેની તપાસ કરતા જાણવા મળેલ છે કે તે પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં છે.આ અંગે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે, Oye b EKW.NIF MARCY ઓગસ્ટ ૨૦૨૨ થી ખોટી ઓળખ આધારે ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઉપરોક્ત સરનામાં ઉપર ભાડેથી રહે છે અને નાર્કો ટ્રાફીકીંગના ધંધામાં સંડોવાયેલ છે. kye તો ENWUNIFE MARYનાએ આ જ કામ માટે પકડાયાના બે દિવસ અગાઉ અન્ય એક જગ્યાએ મકાન ભાડેથી રાખેલ હોવાનું ખૂલવા પામેલ છે, જે મકાનમાં તે માદક પદાર્થોની ડીલીવરી મેળવી તેનો સંગ્રહ કરી બાદમાં તેનું વેચાણ કરનાર હતો,આ સંદર્ભે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી Dove & EKWUIFF MARCY આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતો, તેણે હેરોઈન તથા અન્ય માદક પદાર્થ આ અગાઉ કઈ-કઈ જગ્યાએ તથા કોંને વેચાણ કરેલ અને એ માટે તેને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:1 Minute, 53 Second

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન આધારે આજરોજ તા:૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમ્યાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી યુ. એચ. વસાવા તથા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલ રાણીપ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા ખાતે આચાર્ય શ્રી કે.કે.પટેલ તથા સ્કૂલ સ્ટાફના સહકારથી “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણીપ વિસ્તારના આશરે ૧૦૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહેલ જેઓને એન.ડી.પી.એસ. તથા બાળ મજુરીની પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારું તકેદારી રાખવા બાળકોના વાલીઓને ખાસ સુચનાઓ આપવામાં આવેલ તા.૨૫/૦૪/૨૦૨૩

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %