0
0
Read Time:56 Second
અમદાવાદ ના એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અને જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર અને મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનના
ગુન્હામાં નાસતા ફરતા આરોપી અતુલસિંહ ઉર્ફે પડીત ચાવીરસિંહ રાઠોર ઉ.વ.ર૭ ધંધો-મજુરી રહે. એ-૪૦ર, નરોડા સ્માર્ટ સીટી, હંસપુરા, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ શહેર ને તા.૦૪/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એસ.ઓ.જી., અમદાવાદ ગ્રામ્ય ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
Average Rating