Categories
Ahemdabad crime news

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

0 0
Read Time:1 Minute, 15 Second

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા એ ફરીયાદી ના પતિ વિરુધ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.૫૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી ,
પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે છટકું ગોઠવવા માં આવેલ , જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણા રૂ.૫૦,૦૦૦ સ્વીકાર કરતા acb એ રંગે હાથ ઝડપી પાડયા

આરોપી: – નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા , પો.સ.ઇ , વર્ગ -૩
જોઘપુર ગામ ચોકી , આનંદનગર પોલીસ સ્ટેશન , અમદાવાદ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

0 0
Read Time:1 Minute, 51 Second

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઝૂંટવીને રોકડા રૂપિયાની ચોરીના આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીનું નામ,સરનામું:- ઇરફાન સલીમભાઇ શેખ ઉવ ર૯ રહે ગકુર બસ્તી ખાનવડી રામોલ પોલીસ સ્ટેશનની સામે કેનાલ રોડ રામોલ અમદાવાદ શહેર મુળ વતન સુલતાનપુર જિલ્લો મેરઠ રાજ્ય ઉત્તરપ્રદેશ

કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) રોકડા રૂ.૧૫,૦૦૦/- (૨) સુઝુકી બર્ગમેન ટૂ વ્હીલર વાહન જેનો આર ટી ઓ નંબર લગાડેલ નથીજેની કિ.રુ.૩૦,000/- (૩) મોબાઇલ ફોન નંગ ૦૧ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારી–

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી,એમ.રાઠોડ (ર) HCજયેશકુમાર કાંતીલાલ

(૩)PC સંજય ગગાભાઇ

(૪) Pcનરેશકુમાર નાગજીભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 28 Second

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૦૬ જેની કિ.રૂ.૪૭,૬૮૦/- ગણી શકાય તે તથા સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની આશરે કિ.રુ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય તેની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી આગલ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી આરોપીનું નામ,સરનામું:-કબ્જે કરેલ મુદ્દામાલઃ-ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી વિરેન્દ્રસિહ ઉર્ફે શનિ સ/ઓ બળવંતસિહ વાઘેલા ઉ.વ.૨૬ રહેવાસી-તેલીયા મીલની ચાલી મારવાડી સ્ટોર્સ સામે પ્રેમદરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેર

પકડાયેલ મુદામાલ (૧) ROYAL GREEN CLASSIC BIENDED WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ વર જેની કિ.રૂ.૨૪,૮૦૦/- (૨) ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ ૪૪ જેની કિ.રૂ.૨૨,૮૮૦/- (૩) વીવો કંપનીનો વી-૩ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની કિ.રુ.૧,૦૦,૦૦૦/- –

કામગીરી કરનાર અઘિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ

(૨) મસઇ હરીભાઇ ગોવીંદભા

(૩) અપોકો પાતુભાઇ બાબાભાઇ

(૪) Aડા પ્રકાશભાઇ છપ્પનભાઇ

(૫) અપોકો રવીન્દ્રસિહ દિલીપસિહ

(૬) Pc હાર્દિક મહેન્દ્રભાઇ

(૭) pc રોહીતસિહ લક્ષ્મણસિંહ .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Jamnagar news

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા રૂ.10,000/- ની લાંચ લેતા ઝડપાયાં

0 0
Read Time:1 Minute, 24 Second

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા એ ફરિયાદી પર પંદરેક દિવસ પેહલા વર્લી (જુગાર ) નો કેશ કરેલ હોય. જે બાબતે ફરિયાદી ઉપર હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા ફરી થી બીજો કેશ નહિ કરવા અને ફરિયાદીના પત્ની ઉપર ખોટો કેશ નહિ કરવાનાં અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.10,000/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,જામનગર એ. સી. બી.માં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની રકમ માંગી, સ્વીકારી કરતા ઝડપાઇ ગયા

નોંધઃ- આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે. જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી:- શ્રી વી.કે.પંડયા,મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat ATS news

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઇસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

0 0
Read Time:4 Minute, 1 Second

ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.બસીયા નાઓને ગુપ્ત બાતમી મળેલ કે, નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓ BSF ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે. બાતમી હકીકત બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક એ.ટી.એસ. નાઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.બસીયા તથા એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નિલેશ બળીયાની પુછપરછ કરતા તેણે જણાવેલ કે તે છેલ્લા પાંચેક વર્ષથી B.S.F બટાલીયન-૫૯ ના હેડક્વાર્ટર ભુજ ખાતે CPWD ના ઇલેક્ટ્રીકલ વિભાગની ઓફીસના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી- ૨૦૨૩ માં વોટ્સએપ મારફતે અદીતી તિવારી નામ ધરાવી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવેલ અને તેણીની સાથે મિત્રતા થતા પોતે BSF ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ. સદર મહીલા એજન્ટ દ્વારા નિલેષને જણાવેલ કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ BSF ને લગત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટ્સએપ ઉપર મોકલી આપ અને આ કાગળો તેના કામના હશે તો તને સારા એવા પૈસા આપવામાં આવશે તે રીતે પૈસાની લાલચમાં આવી નિલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડેલ હતી. ત્યારબાદ નિલેશ દ્વારા જાન્યુઆરી-૨૦૨૩ થી તા. ૨૮/૦૬/૨૦૨૩ સુધી તેણે BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી મોકલી આપેલ છે, તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા નિલેષના બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે PayTM મારફતે જુદા-જુદા એકાઉન્ટમાંથી રૂ.૨૮,૮૦૦/- મોકલી આપેલ છે.ત્યારબાદ શકમંદ નિલેશ બળીયાના ફોનની FSL મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવેલ હતા તથા સદર માહિતીના બદલામાં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલ છે. સદર પુરાવા મળતા નિલેશ બળીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ દ્વારા BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ઇ.પી.કો ક-૧૨૧- ૬-૧૨૩ તથા ૧૨૦-બી ગુજરાત એ.ટી.એસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી :: નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol santej news

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

0 0
Read Time:2 Minute, 34 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર ગુજરાતમાં અવારનવાર ગુજરાત રાજ્ય દ્વારા નવી નવી પદ્ધતિઓ તથા નસીલા પદાર્થોને નિસ્તો નાબૂદ કરવા નવા નવા કાયદાઓ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓમાં કંઈક ભ્રષ્ટાચાર વ્યક્તિઓ આવા બુટલેગરો સાથે મળી પોતાનું મેળાપણો કરી તેઓ પાસેથી એસ્ટ્રોસન મનીના નામે હપ્તા ઉઘરાવે છે અને નસીલા પદાર્થ વેચવાની પરમિશન આપે છે.

આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ગુજરાત રાજ્યના સ્થાપિત કરેલા નિયમોનું ભંગ કરી પોતાની મનમાની કરે પોતાના ખિસ્સા ભરવા માટે થઈ અને પોતાના આર્થિક ખર્ચા પૂર્ણ કરવા આવા બુટલેગરો પાસેથી આર્થિક લાભ મેળવી લઈ બાળી બોળી જનતા સાથે તથા તેઓના જીવન સાથે રમત કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં આવા જ સરકારના નિષ્ફળ પ્રયાસોના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના કારણે સાંતેજ વિસ્તાર અનેકો વાર બળાત્કાર ચોરી ના બનાવો બની રહ્યા છે કલોલ તાલુકા માં આવેલા સાંતેજ વિસ્તાર માં અનેકો વાર smc ની રેડ પડે છે પરંતુ ગાંધીનગર LCB તેમજ કલોલ DYS કયારે કેમ કોય રેડ પડતી નથી શુ??? આ લોકો ને મહિને. વહિવટ પોહચી જાય છે કે ????

કલોલ ના સાંતેજ વિસ્તાર માં અનેકો વાર SMC રેડ પડે છે અને ત્યાંના પીઆઇ અને પીએસ આઇ પર એક્શન લેવામા આવે છે પરંતુ ત્યાંના માનીતા વહિવટ દાર વિશાલ પર કોય એક્શન લેવામા આવતું નથી?

ટુંકજ સમયમાં સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ૧૩ ગામડા માં ચાલતા તમામ દેશી દારૂ ના અડ્ડા ,જુગાર ના અડ્ડા ના ફોટો તેમજ વિડિયો અમારી good day Gujarat પર બતાવવામાં આવશે જોતા રહો અમારી ચેનલ ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %