Categories
Crime Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ પોલીસ સ્ટેશન નો લાંચિયા હેડ કો્સ્ટેબલ ને ACB એ દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 27 Second

સને.૨૦૨૧ માં કલોલ સીટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા  ડી-સ્ટાફ ના અ.હે.કોન્સ વિપુલભાઇ નટવરભાઇ પટેલ આવેલા અને ફરીયાદીને જણાવેલ કે, તમે વરલી-મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહી ફરીયાદીને કલોલ સીટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈ, મોબાઇલ ફોન આરોપીએ લઈ લીધેલ અને ફરીયાદીને  જણાવેલ કે, તમારો મોબાઇલ ફોન પરત લેવો હોય તો મને કાગળની ચિઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો, જેથી ફરીયાદીએ મોબાઇલ પરત લેવાના આશયથી ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવેલ, જે ચિઠ્ઠી આધારે આરોપીએ ફરીયાદી ઉપર જુગારનો ખોટો કેસ કરી ફરીયાદી પાસેનો મોબાઇલ પરત લેવા માટે આ કામના આરોપીએ રૂ.૨૫,૦૦૦/- લઈ જામીન ઉપર છોડેલ. બાદ ફરીયાદી તથા તેમના મિત્ર બંન્ને આરોપીને મળેલા અને જણાવેલ કે, તમે વરલી-મટકાનો ધંધો ચાલુ કરો અને મને તમારે દર મહિને રૂ.૪,૦૦૦/- આપવાના જણાવેલ. જેથી ફરીયાદીએ વિચારેલ કે, મારી ઉપર ખોટા કેસ કરે છે અને હું ના પાડીશ તો મને વધુ હેરાન કરશે. જેથી આ વરલી-મટકા જુગારનો ધંધો કરવા ફરીયાદી આરોપીના કહેવા મુજબ સંમત થયેલ હતા અને આ રૂ.૪,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ, જે ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે તથા રેડીંગ પાર્ટી સાથે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીને લાંચના છટકા દરમ્યાન શક-વહેમ પડતા, આરોપી લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઇક સ્પીડમાં હંકારી ભાગી ગયેલ. જેથી સદર લાંચનુ છટકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાવી ખુલ્લી તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલીત થયેલ. 
જેથી આરોપી વિપુલભાઇ નટવરભાઇ પટેલ, તત્કાલીન અ.હે.કોન્સ,  ડી-સ્ટાફ, કલોલ સીટી પોલીસ સ્ટેશન જિ.ગાંધીનગરનાઓ વિરુધ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.ગઢવી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ફરીયાદ આપતા, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા–૨૦૧૮) ની કલમ ૭, ૧૩(૧)એ તથા ૧૩(ર) મુજબનો ગુન્હો તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ દાખલ કરી, આરોપીને ડીટેઇન કરેલ છે તેમજ આ ગુન્હાની આગળની વધુ તપાસ એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન મહેસાણા ચલાવી રહેલ છે. જેના સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., ગાંધીનગર એકમ,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

1 0
Read Time:4 Minute, 1 Second

સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

કલોલના મોટી ભોયણમાં રહેતી મહિલા શેરીસા નર્મદા કેનાલ જંપલાવા જતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ જીવ બચાવ્યો

0 0
Read Time:1 Minute, 34 Second

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

0 0
Read Time:1 Minute, 5 Second

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

બોડકદેવઃ અનિકેતભાઈ કમલેશભાઈ પટેલ (ઉ.વ.૨૭)(રહે,ફેસ્ટીવલ રેસીડેન્સી, એસ.જી. બિઝનેશ હબની બાજુમાં, સોલા) એ તા.૨૭/૦૬/૨૦૧૩ ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૨૦૨૧ થી જુલાઈ/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ગીરાબહેન પ્રદિપકુમાર ચોક્સી (રહે.ધ બનીયન એપાર્ટમેન્ટ, બોડકદેવ) એ પોતાના મકાનનું ઇન્ટીરીઅર ડીઝાનીંગનું કામ અનિકેતભાઇની કંપની દ્વારા કરાવડાવી, બીલ મુજબના બાકી લેણા કુલ રૂપિયા ૨૪,૫૦,૦૦૦/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાય.વાય.ચૌહાણ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

0 0
Read Time:1 Minute, 21 Second

પો.સબ.ઇન્સ આર.કે.ખાંટ સાહેબ તથા ઇદગાહ ચોકી સ્ટાફના માણસો સાથે ઇદગાહ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ચોકકસ બાતમી હકીકત આધારે અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ગુના ના ચોરીએ ગયેલ મુદ્દામાલ (૧) સોનાની ચેઇન (૨) સોનાનો સેટ (૩) સોનાની વીટી નંગ-૫ (૪) સોનાની નથની (૫) સોનાની કડી નંગ ૨ (૬) સોનાનો ટીકો (૭) ચાંદીની પાયલ નંગ-૧ તમામ સોના ચાંદીના ઘરેણા કિમંત રૂ.૦૧,૦૫,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે ૦૧,૧૫,૦૦૦/-ની મતાનો મુદામાલ ગુનાના કામે કબ્જે કરી ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે

.આરોપી

-નેહાબેન અલ્પેશકુમાર ઠાકોર ઉ.વ ૨૫ રહે ગામ.દેલવાડા તા.માણસા જી.ગાંધીનગર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

(૧) પો.સબ.ઇન્સ આર.કે.ખાંટ

(૨) મ.સ.ઇ લાલુભાઇ

(૩) પો.કો જગદીશભાઇ

(૪) વુ.પો.કો અંજુબેન

(૫) પો.કો કશ્યપસિંહ પ્રવીણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગાંધીનગર ના કલોલ શહેર માંથી ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 11 Second

ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા કલોલ શહેર ના નાસતા ફરતા આરોપી હથિયારસિંગ ઉર્ફે નુરીસિંગ S/0 સતનામસિંગ કાલુસિંગ જાતે જુણી (સિખલીગર ) ઉવ.૧૯ જે રહે. રામનગર, આઝાદનગર, રેલ્વે બ્રિજ ના પાછળ, બળિયાદેવના મંદિર પાસે, કલોલ, તા.કલોલ, જી.ગાંધીનગરને અમદાવાદ શહેર એસ.પી. રીંગરોડ ઝુંડાલ સર્કલપાસેથી ઝડપી લીધેલ છે. આરોપી ત્રણેક મહિના પહેલાં તેના મિત્ર ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેશિંગ ટાંક રહે. આયોજનનગર, પાંણીની ટાંકી પાસે, કલોલ સાથે મળી કલોલ શહેરમાં ૩ મો.સા. ચોરી કરેલ તેમજ ચોરી કરેલ મો.સા.નો ઉપયોગ કરી ચેન સ્નેચીંગ કરેલ જે ગુનાઓમાં ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેસિંગ પકડાઇ ગયેલ. જેથી તેનું નામ પણ આવેલ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ૩ અને ચેન સ્નેચીંગના ૧ ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ હોય,આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપી કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતેસોંપવા તજવીજ કરવામાં આવેલ

ગુનાની વિગત:-

(૧) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯,

(૨) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૮૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

(૩)કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૧/૨૦૨૩ ઇપીકો કલમ૩૭૯(એ)(૩), ૧૧૪

(૪) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol santej news

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 33 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે સાંતેજ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? સાંતેજ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે એલ.સી.બી સાંતેજ વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો. અમારી

good day Gujarat news.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %
Categories
Gandinagr Kalol

સાંતેજ પોલીસ હદ માં ચાલતા વિદેશી દારુ ના વેચાણ પર SMCનો દરોડો

0 0
Read Time:1 Minute, 27 Second

ગાંધીનગર કલોલ વડસર ગામની ભાગોળમાં ચાલી રહેલા દારૂના વેચાણ પર દરોડો, 6 લોકો સામે ગુનો નોંધી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગની ટીમે વડસર ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતાં વિદેશી દારૃના નેટવર્કનો પર્દાફાશ કરી સાડા ચારસો બિયરનાં ટીન, વાહનો, રોકડ રકમ મળીને કુલ રૂ. 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ ઈસમો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના વડસર ખાતે ખુલ્લેઆમ વિદેશી દારૃ – બિયરનું વેચાણ કરવામાં આવતું હોવા છતાં સાંતેજ પોલીસ આંખ આડા કાન કરીને બેસી રહી હતી. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર જીલ્લાના વડસર ગામની ભાગોળમાં ઈશ્વર વાઘાજી ઠાકોર (હાલ રહે.વડસર ડાકોર વાસ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે.ગોતા) મળતિયાઓ સાથે મળીને ટુ વ્હીલરમાં વિદેશી દારૃનો જથ્થો ભરી હરતોફરતો વેચાણ કરતો હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Morabi

મોરબી ના એ.સી.બી. ના આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા ને ચાર(૪) વર્ષની સખત કેદની સજા

1 0
Read Time:3 Minute, 23 Second

એ.સી.બી. ના ગુન્હામાં આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા વર્ગ-૩ કર સહાયક ઇન્કમ ટેકસ ઓફીસ મોરબી નાઓને ચાર(૪) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦/- નો દંડ ફટકારતી નામદાર સેશન્સ કોર્ટ મોરબીરાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૮૨૦૧૨ ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭,૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ તથા સ્પેશ્યલ કેસ નંબર ૦૩/૨૦૧૩ મુજબના ગુન્હના આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા વર્ગ-૩ કર સહાયક, ઇન્કમ ટેકસ ઓફીસ મોરબીવાળાએ આ ગુન્હાના ફરીયાદીના પત્નિનુ સને ૨૦૦૭-૦૮ ના વર્ષનું આઇ.ટી રીટર્ન સને ૨૦૦૮ મા ભરેલ જેમાં ટી.ડી.એસ. રીફન્ડ લેવાનુ થતુ હોય ફરીએ પોતાના પત્નિ ના નામની અરજી આપેલ પંરતુ તે અંગે આયકર વિભાગથી કાર્યવાહી થયેલ ન હોય જેથી ફરી, ને આરોપીએ રૂબરૂ બોલાવી ટી.ડી.એસ. ની રીફન્ડ કાર્યવાહી માટે રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરી ફરીયાદી પાસેથી આરોપીએ એડવાન્સ પેટે રૂ.૫૦૦/- લઇ આકી રહેતા રૂ.૧૫૦૦/- ની માંગણી કરતા ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચનુ છટકુ ગોઠવેલ જેમાં આરોપી ફરીયાદી પાસેથી રૂ.૧૫૦૦/- ની લાંચ સ્વીકારી પકડાય ગયેલ હોય, જે અંગે ઉપરોકત ગુન્હો રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ખાતે દાખલ કરવામાં આવેલ હતો.જે ગુન્હાના તપાસના અંતે આરોપી વિરૂધ્ધમાં ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ હતુ, જે ગુન્હાની નામદાર કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમ્યાન રજુ થયેલ સહકાર આપનાર પંચ, ફરીયાદી,તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખીક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ નામદાર કોર્ટએ સજા અંગેનો આખરી હુકમ કરેલ છે.જેમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭,૧૩(૧)(ઘ) તથા ૧૩{૨} મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ ચાર (૪) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦,૦૦૦/- નો દંડની સજા કરવામાં આવેલ છે. તેમજ જો આરોપી દંડની રકમ રૂ.૨૦,૦૦૦/- ન ભરે તો વધુ એક (૧) વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.સરકાર શ્રી, ના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારી દ્રારા કાર્યદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજ ની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકાર/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી કચેરીનો ફોન નં. ૦૭૯૨૨૮૬૯૨૨૮, ફેકસ નં. ૦૭૯૨૨૮૬૬૭૨૨, ઇ-મેઇલ cr-ac-ahd@gujarat.gov.in વોટસએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫, ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર જાણ કરવા જાગૃત જનતા ને આહવાન કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આઈફોન મોબાઇલની ચોરી કરનાર બે આરોપીને કુલ રૂપિયા ૯૦ લાખ ના મુદ્દામાલ સાથે જડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 7 Second

અમદાવાદ ના આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વા યબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફો ન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૭,૩૯,૮૦૦/- ની ચો રી અંગેનો ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ. ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.

જે ગુનામાં મોટી રકમના આઇફોન મોબાઇલની ચોરી થયેલ હોય, ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ પો .ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ. મુરીમા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા એ.એસ.આ ઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ખાનગી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અસંખય ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર દરજી રહે-વડોદરા તથા અશોક ઉર્ફે અજય ડાહ્યાભાઈ મકવાણા રહે, દાણીલીમડા અમદાવાદ શહેરનો સંડોવાયેલ હોવાનુ જણાય આવેલ.

આ કામે આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન (૧) અમિત ઉર્ફે શ્યામ સન/ઓફ નવીનચંદ્ર દરજી ઉવ.૪૬ રહે, ૨ ગ્રાઉન્ડ ફલોર અદાણીયા સરસીયા તળાવ ફતેહપુરા પોસ્ટ ઓફિસની પાછળ ફતેહપુરા વડોદરા મુળ વતન કિષ્ નાપાર્ક સોસાયટી વિદ્યાડેરી રોડ જુના નાવલી ગામ રોડ બોરસદ ચોકડી પાસે આણંદ જી . આણંદ તથા (૨) અશોક ઉર્ફે અજય સન/ઓફ ડાહ્યાભાઈ મકવા ણા ઉવ.૪૪ રહે, ૫ પંચવટી સોસાયટી હેતલકુંજની બાજુમા દાણીલીમડા ગામ

દાણીલીમડા અમદાવાદ શહેરને જમાલપુર એસ.ટી. રોડ નવી ચાલી ચાર રસ્તા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એપલ કંપનીના આઇફોન મોબા ઇલ ફોન નંગ-૧૧૯ કિ.રૂ. ૯૦,૩૮,૧૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા લોખંડનુ ખાતરીયુ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ. રૂ. ૯૦,૫૮,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %