Categories
Amadavad

અમદાવાદ રથયાત્રામાં પથ્થરમારો થવાની ખોટા કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલાની ધડપક્કડ

Views: 45
0 0

Read Time:1 Minute, 37 Second

પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયાની જાણ કરી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની અફવા ના ફેલાય તે માટે પણ વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.ત્યારે રથયાત્રા શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક ફોન રણક્યો હતો કે સરસપુર વિસ્તારમાં આવેલ પોટલિયા ચાર રસ્તા પાસે ઔડાના મકાનમાં પેરડાઈઝ બંગલો પાસે કેટલાક યુવકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.પથ્થરમારો થયાના મેસેજથી પોલીસ સચેત થઈ ગઈ અને માહિતી પ્રમાણે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં સ્થળ તપાસ કરતા પોલીસે હાશકારો લીધો હતો કે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ત્યાર બાદ પોલીસે કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલા પાયલબેન ઉર્ફે ગુડીબેન પટણીની ઉલટ તપાસ કરતા પાયલબેન પટણીએ ગોલમોલ જવાબ આપતા પોલીસ દ્વારા પાયલબેન પટણી વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *