નોઈસ પોલ્યુશનનો નિયત્રણ કરવા કમિશ્નર જી.એસ મલિક માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ કરવામાં આવી
– વાહનો જપ્ત અને માલિકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદ
અમદાવાદ માં અનેક વિસ્તારોમાં નોઈસ પોલ્યુશન નિયંત્રણ માટે પોલીસ કમિશનર જી.એસ મલિકના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં તા 04-01-2025 થી 09-01-2025 સુધી દરરોજ રાત્રીના સમયે નોઈસ પોલ્યુશન કરશે. તેને સામે સખત કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી અને તેમના વાહનો જપ્ત પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં રાત્રીના સમયે નોઈસ પોલ્યુશન સખત વધારો જોવા મળી રહ્યો છે. તે ભાગરૂપે પોલીસ કમિશનર જી.એસ મલિકના માર્ગદર્શન હેઠળ અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર ઈસનપુર, વટવા જેવા વિસ્તારોમાં નોઈસ પોલ્યુશન એક ડ્રાઈવ કરવામાં આવી હતી. અને રાત્રના 11થી સવારના 3 વાગ્યા સુધી નોઈસ પોલ્યુશન ન કરવા નો નિયમ હોય છે. પણ આ વિસાતોરમાં નિયમનનો ભંગ કરવા આવ્યો હતો. અને પોલીસ દ્વારા મ્યુઝિક સિસ્ટમ તથા વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કમિશનર જી.એસ મલિક દ્વારા આ ડ્રાઈવ આગળના દિવસોમાં પણ ચાલુ રહેશે. જેથી રાત્રના 11 થી સવારના 3 વાગ્યુ સુધી નોઈસ પોલ્યુશન નિયંત્રણમાં આવી શકે.