Categories
Ahemdabad crime news

એરપોર્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂની 331 બોટલ પોલીસે કાલ રાત્રે પકડી પાડી…. આરોપી ગાડી મૂકીને ભાગી ગયો !!

Views: 42
0 0

Read Time:3 Minute, 22 Second

એરપોર્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂની 331 બોટલ પોલીસે કાલ રાત્રે પકડી પાડી આરોપી ગાડી મૂકીને ભાગી ગયો

અમદાવાદ
અમદાવાદ વિસ્તારમાંથી અવનવા દારૂની પેટીઓ પકડાય છે. પોલીસથી છુપી રીતે શહેરની અંદર ઘુસાડવામાં આવે છે. બસ આવો એક પ્રયત્ન શાહીબાગ વિસ્તારમાં થયો હતો. રાત્રે પોટ્રોલીંગ કરતા પોલીસે શાહીબાગ ટફનાળા ખાતે ગેરકાયેદસર દારૂની પેટી ભરેલી કાર પોલીસે બુધવાર રાત્રે પકડી પાડી હતી. પોલીસ આગળની કાર્યવાહી કરી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો પણ કેટલા લોકો ગેરકાયદેસર રીતે દારૂ શહેરની અંદર લાવા માંગતા હોય છે. રાત્રે પોલીસની કડક પેટ્રોલીંગ હોવા છતા આવો સાહસ કરે છે. બસ એક આવો બનાવ અમદાવાદ ના શાહીબાગ અેરપોર્ટ વિસ્તારમાં બન્યો હતો. બુધવાર રાત્રે પોલીસને બાતમી મળી હતી કે ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો શહેરની અંદર ઘુસાડવામાં અાવી રહ્યો છે. ત્યારે એરપોર્ટના ટફનાળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા પોલીસ કર્મચારીઓ દરેક ગાડીને ચેક કરી રહ્યા હતા. ત્યારે બુધવારે રાત્રે ટફનાળા ચાર રસ્તા ઉપર 11-20 વાગે અચાનક સફેદ કલરની ટાટા સફારી ગાડી આવતા જોઈ હતી. પોલીસને જોઈ જતા ડ્રાઈવરે ગાડી રીવર્સ લઈ લીધી હતી. અને રોગ સાઈટ પર ગાડી દોડાવી હતી. અા જોતા પોલીસે પોતાના ખાનગી વાહન પીછો કર્યો હતો. અને તેની શોધખોળ કરી હતી.


પોલીસ સફેદ કલરની ટાટા સફારી ગાડી બુધવારે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે અચાનક કેમ્પ સદર બજાર ખાતે આવેલા કેન્ટોનમેન્ટમાં કોલોની ખુલ્લી જાહેર જગ્યામાં ગાડી મળી આવેલ હતી. અને ગાડીનો દરવાજો ખુલ્લો હતો. ગાડીની આગળની બપર તૂટી ગયુ હતુ. અને આગળ અને પાછળ કાચ તૂટી ગયા હતા. પોલીસે ગાડીના ડ્રાઈવરને આજુબાજુમાં તપાસ કરી પણ તે ડ્રાઈવર ગાડી મૂકીને ભાગી ગયા હતા.અને પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીના અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સફેદ કલરની ટાટા સફારીનો નંબર જીજે.-01-આરવી-7031 છે અને ગાડીની કિંમત 8 લાખ છે. અને દારૂની સીલબંધ બોટલ 331 તેની કિંમત 1,65,000 જાય છે. આથી ગાડી અને દારૂની કિંમત કુલ 9,65,000 હજાર કિંમતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો. અને પોલીસે ગાડીનો ડ્રાઈવરને પકડવા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને પોલીસે કલમ 66(1)બી, 65(એ)(ઈ), 116(1)(બી), 81,98(2), મુજબની કલમ લગાવી હતી. અને અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *