હેલમેટધારી લૂંટારૂઓને ઝડપી લેવા માટે પોલીસ 200થી વધુ CCTV તપાસ્યા

હેલમેટધારી લૂંટારૂઓને ઝડપી લેવા માટે પોલીસ 200થી વધુ CCTV તપાસ્યા

Views: 9
0 0

Read Time:4 Minute, 6 Second

હેલમેટધારી લૂંટારૂઓને ઝડપી લેવા માટે પોલીસ 200થી વધુ CCTV તપાસ્યા

અમદાવાદ

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં ચાર લૂંટારૂઓએ 50 લાખથી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ કરીને નાસી જતા ચકચાર મચી ગઇ છે. લૂંટારૂઓની કરતૂત CCTVમાં કેદ થઇ ગઇ છે ત્યારે હવે તેમને ઝડપી પાડવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ જીલ્લા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે 200થી વધુ CCTV કેમેરા ચેક કર્યા છે અને હજુ તપાસ ચાલુ છે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ પણ લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તપાસમાં ઝંપલાવ્યુ છે.

પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરીઅમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતાં ચકચાર મચી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી હતી. શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિનધાસ્ત રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારાને પોતાનાં ખિસ્સાં અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા. આરોપીઓએ કુલ 50 લાખની લૂંટ કરી હતી, જેમાં 1.2 કિલો સોનુ અને 3-4 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.સાઉથ બોપલમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં ગઇકાલે ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે.

ચાર લૂંટારૂઓએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતાં ખળભળાટ મચી ગઇ છે. કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે ચાર લૂંટારા આવ્યા હતા, જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ બોપલ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે અમદાવાદ જીલ્લાના એસ.પી., લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા દાગીના વીણતા જોવા મળ્યા સ્માર્ટ લૂંટારૂઓએ મોઢા પર રૂમાલ અને હેલ્મેટ પહેર્યો હતો. લૂંટ કરવા માટે આવેલા લૂંટારૂઓને ખબર હતી કે, જ્વેલર્સના શો-રૂમમાં CCTV કેમેરા હશે જ્યારે જાહેર રોડ ઉપર પણ CCTV કેમેરા હશે. CCTV ફુટેજમાં પોતાના મોઢા આવી ના જાય માટે લૂંટારૂઓએ હેલમેટ અને રૂમાલનો સહારો લીધો હતો. લૂંટારૂઓએ પોતાના મોઢા પર હેલ્મેટ પહેર્યુ હતું અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. લૂંટના જે CCTV સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારાઓએ પોતાનાં ખિસ્સાં અને થેલીમાં ભરી લીધા હતા.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *