અમદાવાદ 4 કલાક પેહલાઅમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરના સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો મુજબ બાળકી સાઇકલ લઈને સ્કૂલે જતી હતી ત્યારે કચરાની ગાડીચાલકે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. ઇ-ડિવિઝન ટ્રાફિક-પોલીસે આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.કચરાની ગાડીએ બાળકીની સાઇકલને ટક્કર મારી મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી નવ વર્ષની વિદ્યાર્થિની ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ સરસપુરમાં આવેલી ઉર્દૂ શાળા નંબર એકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આજે સવારના સમયે ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાન પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ તેને ટક્કર મારી હતી. એના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
9 વર્ષની બાળકીને સરકારની કચરા ગાડીએ અકસ્માત કર્યો બાળકીનું ઘટનાસ્થળે જ મોત, ચાલક ફરાર
Views: 11
Read Time:1 Minute, 48 Second