1
0
Read Time:52 Second
ડભોઇના ભિલોડીયામાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ડભોઇના ભિલોડીયામાં રૂપાલાના પૂતળાનું દહન કરી રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો છે. રાજપૂત સમાજના આગેવાને કહ્યું, “જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરે અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં.” નોંધનીય છે, ડભોઈના 15 ગામોમાં રૂપાલાના વિરોધમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે.