પોલીસ કર્મચારીએ પૂર ઝડપે કાર ચલાવતા બાઈક પર જતા પરિવારને અકસ્માત કર્યો
:પોલીસકર્મી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે
અમદાવાદઅમદાવાદમાં વાસણા વિસ્તારમાં મોડી રાત્રે કાર અને બાઈકનો અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર થઈ રહેલા ચાર લોકોને અકસ્માત થયો. અને જે કાર જોડે અકસ્માત થયો હતો તે કાર પોલીસ કર્મચારીની હતી.
અમદાવાદમાં દિવસે દિવસે બેફામ અકસ્માત થતા રહે છે. સવારે હોય કે રાત્રેના સમયે અકસ્માતની હારમાળા જોવા મળે છે. આમા માસુમ લોકો ભોગ બનતા હોય છે. બસ આવો એક બનાવ વાસણા મોડી રાત્રે એક કાર અને બાઈક પર જઈ રહેલા ચાર વ્યક્તિનો ભોગ લીધો છે. વાસણા પૂર ઝડપે આવતી કાર જે નંબર વગરની છે. જે પોલીસ સોલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલની છે જેનું નામ વિજય અણીયારીયા બતાવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ કરીને તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો છે.
વાસણામાં ગઈકાલે મોડી રાત્રે કાર અને બાઈકનો જોરદાર અકસ્માત થયો હતો. બાઈક ઉપર જઈ રહેલા શાહ પરિવારના ચાર વ્યક્તિ ગંભીર રીતે અકસ્માત થયો હતો. શાહ પરિવાર રાત્રે મૂવી જોઈને પાછા ઘર તરફ થઈ રહેલા હતા. ત્યારે વાસણામાં આવેલા ખોડીયાર નગર પાસે તેમને પૂરઝડપે આવતી કાર જોડે અકસ્માત થયો હતો. તેમાં રોનકશાહ અને તેમની પત્ની, બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. અને તેમના સારવાર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસ અક્સમાતનો ગુનો દાખલ કર્યો છે.
અહેવાલ રાહુલ દેસાઈ