ગેસનો બાટલામાંથી આગ નિકળતા ઘરમાં રહેલા તમામ સભ્યોનો ઘટના સ્થળે મોત થઈ ગઈ
જયપુર
જયપુરમાં આજે વહેલી સવારે ગેસના બાટલામાં આગ લાગતા ઘરમાં રહેલા તમામ સભ્યો પતિ અને પત્ની અને ત્રણ બાળકો જીવતા સળગી ગયા હતા. ઘરના દરવાજે મુકેલા ગેસના બાટલમાંથી આગ નિકળતા બહાર જવાનો એક્ય રસ્તો હતો નહી. તેથી ઘરના અંદર જ જીવતા સળગી ગયા અને તેમનું કમસમાટી મોત થયુ હતુ.
જયપુરમાં એક પરિવાર ગેસના બાટલાના લીધે જીવતો સળગી ગયા હતો. આ પરિવાર બિહારનો હતો. તે રાજસ્થાન રોજીરોટી મેળવવા આવ્યા હતા. અને તે ભાડાના ઘરમાં રહેતા હતા. જ્યારે પરિવાર રાત્રે સુઈ ગયો ત્યારે આજે સવારે અચાનક ગેસના બાટલામાંથી અચાનક આગ નિકળતા ગણતરી કલાકોમાં ઘરની ચારેબાજુ આગ ફેલાઈ ગઈ હતી. અને જે ગેસનો બાટલો હતો તે ઘરના મેન દરવાજાની સામે હતો. જેથી ઘરની બહાર નિકળવા માટે કોઈ બીજો રસ્તો હતો નહી. તેથી ઘરમાં રહેલા પતિ પત્નિ અને ત્રણ બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા.
જ્યારે ઘરમાં આગ લાગી ત્યારે ઘરની આજુ બાજુના વિસ્તરામાં રહેતા લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને ફોન કરી બોલાવામાં આવ્યો હતો. પણ જ્યા સુધી ફાયર વિભાગ આવે ત્યાં સુધી તો ઘરમાં રહેલા પતિ પત્ની અને ત્રણ બાળકો જેમાં પતિનું નામ રાજેશભાઈ. પત્નિનું નામ રૂબી ઉ. 24, અને તેમના ત્રણ બાળકો હતા. તે ઘટના સ્થળ પર મોત થઈ ગયા હતા. અને પોલસે ઘટના સ્થળે પહોંચીને આગ કેવી રીતે લાગી તેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ