મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના એ.એસ.આઈ નારસિંહ મલુસિંહ, હે,કોઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી દ્વારા ચેન સ્નેચીંગ કરતા આરોપી આકાશ સ/ઓ વજીર મિરકાંત રાઠોડ, ઉ.વ.૨૩, રહે.હાલ નાના ચિલોડા, કરંજ સોસાયટીના છાપરા, નંદીગ્રામની બાજુમાં, નરોડા અમદાવાદ મૂળ વતન રહે કચરા ડેપોની પાછળ, ગણેશ તાપકીર ઈંટ ભઠ્ઠીની બાજુમાં, આચનડી બસ્તી મુલખેડ, તા.મુલસી, જી.પૂણે, મહારાષ્ટ્રને.પાનકોર નાકા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી તૂટેલી હાલતના કાળા મણકાવાળા ફ્રેન્સી ડિઝાઇનવાળા ડબલ ચેનવાળા બે સોનાના મંગળસૂત્ર કિ.રૂ.૨,૯૪,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીની આજથી આશરે અઠવાડીયા પહેલાં સાંજના સમયે તે તથા તેનો મિત્ર બજરંગ ઉર્ફે સાગર ચતુર મારવાડી (કુંભાર) રહે: ચૌકુલા પુણે મહારાષ્ટ્ર બંને જણાં તેની KTM duke 200 cc મોટર સાયકલ નં.M.H.12.P.P.8725ની લઈને ચેઈન સ્નેચીંગ કરવા સારૂ પૂણે ખેડ વિસ્તારમાં નિકળેલ. દરમ્યાન સાંજના ચાકણ એસ.ટી બસ સ્ટેન્ડ પાસે બસમાંથી એક બહેન અને એક ભાઈ ઉતરી ચાલતાં જતાં હતાં. તે વખતે બહેનના ગળામાંથી મંગલસૂત્ર તોડી લીધેલ અને ત્યાંથી મોટર સાયકલ પર નાસી જઈ રાતના આશરે સાડા નવ વાગે દિઘી વિસ્તારમાં ચરોલી ફાટા આનંદનગર પાસે આવતાં ત્રણ બહેનો ચાલતા ચાલતા જતા હતાં. તે સમયે એક બહેનના ગળામાંથી મંગલસુત્ર તોડી ભાગી ગયેલ હોવાનું જણાવેલ છે.જે અંગે દાખલ થયેલ નીચે મુજબના ગુનાઓ શોધવામાં આવેલ છે.શોધાયેલ ગુન્હા: (૧) મહારાષ્ટ્ર પૂણે ખેડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૮૫/૨૦૧૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ (૨) મહારાષ્ટ્ર પૂણે દિલ્લી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૫/૨૦૨૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ
Views: 45
Read Time:3 Minute, 10 Second
Average Rating