અમદાવાદ શહેર વિસ્તારમાંથી સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી “લરાઠી રાઈડર ગેંગ” ના બે સભ્યોને પકડી ચોરી કરેલા-૧૩ વાહનો કબ્જે કરી ૨૧ થી વધુ વાહન ચોરીના ગુનાઓનો
ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ
પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઈ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. વસંતભાઇ જીવાભાઇ તથા પો.કો. અલ્પેશભાઈ વાઘુભાઈ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. નાગરાજભાઈ અમકુભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી (૧) આશિષ સ/ઓ જાલમસીંગ મીણા ઉ.વ-૧૯ રહે:વાદિલા ફલા, ગામ-લરાઠી, તા-
ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનને દધીચી બ્રીજ પાસેથી તથા (૨) અંકિત વેલારામ અહારી (મીણા) ઉ.વ.૨૨ હાલ રહે-એરીસ્ટો વન ફ્લેટની સાઇડ ઉપર, વૈષ્ણોદેવી સર્કલ પાસે, નિરમા યુનીવર્સીટીની પાછળ, ત્રાગડ અમદાવાદ શહેર મુળરહે, ગામ-માલ, પરમારવાડા ફલા, તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનને મેમનગર સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપીઓ પાસેથી યામાહા આર-૧૫ મો.સા.-૦૩, પલ્સર મો.સા.-૦૬, યામહા એફ.ઝેડ મો.સા.-૦૧, ટી.વી.એસ. અપાચી મો.સા.-૦૨, ડીલક્ષ મો.સા.-૦૧ કુલ્લે કિ.રૂ.૮,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપીઓ તેના મિત્રો તથા સબંધીઓ અવિનાશ શંકર અહારે તથા સુધીર જનાલાલ નનોમા તથા રાહુલ નારાયણ ડામોર તથા પ્રકાશ અમરા અહારે તથા લલીત રોત તથા રાજકુમાર સુરેન્દ્રજી ખોખરીયા (મીણા) તથા રાહુલ ખરાડી તથા પ્રકાશ માના બોડાત(મીણા) તથા રાહુલ થાવરાચંદ મીણા તથા પંખુ બરંડા તથા સોહન નાનજી બોડાત તથા સુનિલ શાંતા મીણા તથા મનીષ લક્ષ્મણ મીણા તમામ રહે- ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનનો અમદાવાદ શહેરમાં કડીયાકામ તથા સેન્ટીંગ કામની સાઇટો ઉપર કામ કરતાં અને મોડી રાત્રીના સમયે નક્કી કરેલ જગ્યાએ ભેગા થઇ માણસોની અવર-જવર ન હોય. તેવી જગ્યા ટાર્ગેટ કરી, સ્પોર્ટસ બાઇકોના લોક તોડી ડાયરેક્ટ કરી, બાઇકોની ચોરીઓ કરેલાની આરોપીઓની કબુલાત આધારે તપાસ કરતા નીચે મુજબના વાહન ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ થયેલ છે, જે આધારે જે-તે પો.સ્ટે.ને જાણ કરી આરોપીઓ મુદ્દામાલ મોકલી આપવા તજવીજ કરેલ છે.
Average Rating