લગ્ન કરવાની ના પાડતા એસીંડ ફેકવાની ધમકી આપી આશાબહેન નોકરીથી પાછા ફરે ત્યારે તેનો પીછો કરતો, અને મોંબાઈલ નંબર માંગતો
અમદાવાદ,
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતી આશા બહેન (નામ બદલે છે) ઉ.19 વર્ષ ,નોકરી કરે છે. અને પોતાના ઘરની સામે રહેતો યુવાન જ્યારે પણ આશા બહેન નોકરીથી પાછા આવે ત્યારે તેમને પીછો કરીને મોંબાઈલ નંબર માંગે છે. જો આજુ બાજુમાં કોઈના હોય તો છેડતી પણ કરે છે. અને જો મારી સાથે લગ્ન નહી કરે તો તારા પર એસીંડ ફેકવાની ધમકી આપે છે.આજ કાલ લવરમૂછ્યાઓ પોલીસનો કે સમાજનો ડર રાખ્યા વગર છોકરીઓને છેડતી કરી રહ્યા છે. જેમ કે છોકરીઓ પોતાની સાથે વાતના કરે કે પોતાનો મોંબાઈલ નંબર ના આપે તો તેમના ઉપર બળત્કાર કે એસીંડ ફેકવાની ધમકીઓ પણ આપતા હોય છે. બસ એક આવો બનાવ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થયો છે આશા બહેન ઉ.19 વર્ષ મેમનગરમાં નોકરી કરે છે. અને ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ભાડાના મકાનમાં માતા અને મોટો ભાઈ સાથે રહે છે. અને તેના ઘરની સામે રહેતા યુવાન રોનક દિનેશભાઈ સોલંકી તેના પર ખરાબ નજર રાખતો હોય છે. આશાબહેન શુક્રવારે રાત્રે નોકરી પતાવીને બીઆરટીએસમાંથી પોતાના ઘરે રાત્રે પોણા નવ વાગે પહોંચ્યા અને ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળથી રોનક દિનેશભાઈ સોલંકી તેને કહેવા લાગ્યો કે મને તારો નંબર આપ ત્યારે આશાબહેને ના પાડતા ગુસ્સામાં આવી ગયો હતો. જે તું મને નંબર નહી આપે તો તારા ભાઈ અને તારી મમ્મીને મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. અને જો તું મારા સાથે લગ્ન નહી કરે તો તારા ઉપર બળત્કાર અને એસીડ ફેકી દઈશ અને તને બદનામ કરીશ.ત્યારે આશાબહેન ડરી ગયા હતા. અને તરત જ તેમને ઘરે જઈને તેમની મમ્મીને અને તેના મોટાભાઈને વાત કરતા તે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને પોલીસ સ્ટેશન જઈને રોનકભાઈ દિનેશભાઈ સોંલકી સામે છેડતીનો કેસ નોંધાયો હતો. અને કેસ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ