ચોરી કરવા આવેલો ચોર મકાન માલીકને મારી નાખતા, પોલીસે આરોપીને ગણતરી કલાકોમાં પકડી પાડ્યો ધોળકાધોળકામાં રાત્રે ચોર ઘરમાં ચોરી કરવા જતા ઘરનો માલીક આવી જતા. ચોર અને ઘરના માલીક વચ્ચે મારામારી થઈ હતી. તેમાં ચોરે ઘરના માલિકને છરો મારી દેતા ઘરના માલિકનું ઘટના સ્થળે મોત થયું ગયુ હતુ. અને ચોર ત્યાથી ભાંગી ગયો હતો. પણ પોલીસે ગણતરી કલાકોમાં ચોરને પકડી પાડ્યો હતો.સમગ્ર વાત એવી છે તે તા 07-10-2024ના રોજ ધોળકા કલીકુંડમાં આવેલ સુરભી સોસાયટીમાં વિભાગ -1માં બંધ મકાનમાં ચોર ચોરી કરવા આવ્યો હતો. ત્યા અચાનક ઘરના માલિક કિશનભાઈ આવી ગયા હતા. અને મકાન માલિક અને ચોર વચ્ચે મારામારી થઈ હતી. ચોર આવેશમાં આવીને ઘરના માલિક કિશનમભાઈને છરો મારી ભાગી ગયો હતો. અને કિશનમભાઈ ઘટના સ્થળે મોત થયા હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર તપાસ કરતા જ પોલીસે ગણતરી કલાકોમાં ચોરને ધરપકડ કરી લીધી હતી.પોલીસે પોતાની અલગ અલગ ટીમ બનાવીને અરોપી પકડી પાડ્યો હતો. આરોપી આનંદભાઈ ઉર્ફ હની કનુભાઈ દેવી પૂજક ઉ 23 વર્ષ છે. પોલીસે ગણતરી કલાકોમાં પકડીને આગળની તપાસ હાથ ધરી હતી.
ચોરી કરવા આવેલો ચોર મકાન માલીકને મારી નાખતા, પોલીસે આરોપીને ગણતરી કલાકોમાં પકડી પાડ્યો
Views: 28
Read Time:1 Minute, 34 Second