0
0
Read Time:48 Second
માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સે શુક્રવારે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નીચે વોકવે પરથી ફોટો લીધા અને પ્રતિમાના એક્ઝિબિશન હોલની પણ મુલાકાત લીધી. તેમણે પ્રવાસ પોથીમાં નોંધ કરી કે, “અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય! બહુ જ સુંદર! સરદાર પટેલને શ્રદ્ધાંજલિ! મહેમાનગતિ માટે આભાર!”