0
0
Read Time:54 Second
રામમંદિરની પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના શિક્ષણ વિભાગે 22 જાન્યુઆરીએ શાળાઓમાં અડધી રજા જાહેર કરી અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના શિક્ષણ વિભાગે 22 જાન્યુઆરીએ તમામ શાળાઓમાં અડધી રજા જાહેર કરી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ, તમામ * લોકો રામ મંદિરની પ્રતિષ્ઠાની ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુથી તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સોમવારના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને સૂચના અપાઇ છે.