Read Time:56 Second
![](http://gooddaygujaratnews.com/wp-content/uploads/2024/02/Screenshot_20240217_150629_MINI-1024x768.jpg)
કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ, શક્તિસિંહ ગોહિલની અટકાયત આઇટી વિભાગે કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરતા અમદાવાદમાં શનિવારે ઈન્કમટેકસ બ્રિજ નીચે બેસી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. પોલીસે શક્તિસિંહ ગોહિલની અટકાયત કરતા કાર્યકર્તાએ પોલીસની ગાડી પર ચડી તેમને રોકવાનો પ્રયાસ કર્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું, “કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ના ભજવી શકે માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ પર તાળાબંધી કરાઈ છે.”
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)