0
0
Read Time:47 Second
અમદાવાદમાં પક્ષીને બચાવવા હાઈ ટેન્શન લાઈન પર ચઢેલા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગતા મોત થયું અમદાવાદમાં બોપલ ઘુમા રોડ પર ચાલુ હાઈ ટેન્શન વાયરની લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા ચઢેલા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગતા તેમનું મોત થયું છે, આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કર્મચારી અનિલ પરમારનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતા તેઓના શરીર પર આગ લાગ્યા બાદ તેમનું મોત થયું છે. ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી પાલિકા કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા છે.