Read Time:56 Second
અમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા
અમદાવાદમાં 2017માં કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મિનિટ સુધી ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા છે. જીગ્નેશ મેવાણી સહિત 31 લોકો સામે રાજ્ય સરકારની નીતિઓ વિરૂદ્ધ ટ્રેન રોકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં એક સત્ર અદાલતે જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)