કલોલ નગરપાલિકા દ્વારા ત્રણ ગણો વેરો વધારવાનો ઠરાવ પાસ કરેલ છે. જેના વિરોધમાં વાંધા અરજીઓ આપેલ નાગરીકોએ અલગ અલગ દિવસે સુનાવણી માટે બોલાવવામાં આવે છે. જેમાં તારીખ ૨૦ ડિસેમ્બર બુધવારે પૂર્વ વિભાગની સુનાવણી નો દિવસ હતો. જેમાં પૂર્વ વિભાગમાં કુલ ૧૨ નગર સેવકો માંથી માત્ર ૨ (બે) જ પ્રતિનિધિ હાજર રહ્યા હતા, અને પ્રજાએ ચૂંટેલા ૧૦ કાઉન્સિલરો સુનાવણી માં ગેરહાજર રહ્યા હતા. નગરપાલીકા દ્વારા એક એક સભ્યને રજૂઆત કરવા જણાવેલ. જેમાં વોર્ડ નંબર ૧૧ ના મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. કુંજ મકવાણા રજૂઆત કરવા ઊભા થયા ત્યારે નગરપાલિકાની સી ગ્રેડ સ્થતિ ખુલ્લી પાડી દેતાં તેમનું માઇક બે વાર બંદ કરી દેવામાં આવ્યું હતું. પ્રજાના ઉગ્ર વિરોધ બાદ ફરી માઇક શરૂ કરવામાં આવ્યું. વધુ માં નગર સેવકે જણાવ્યું હતું કે જ્યાં સુધી એમને ૩ ત્રણ ગણો વેરો તો દૂર એક રૂપિયો પણ વધારવા સાથે સહમત નથી, અને પહેલા હાલ જે વેરો ભરીએ છીએ તેની સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે. જો આગામી સમય માં વેરો વધારો પાછો નહિ ખેચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Categories
વેરા વધારાની સુનાવણીમાં નગરસેવકનું માઇક બંદ
Views: 31
Read Time:1 Minute, 34 Second
Average Rating