અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.
આજ તા -19-12-2023 મંગળવાર ,માગસર સુદ – સાતમ… દર મહિનાની સુદ સાતમને માયાસાતમ તરીકે વિરમાયાં મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ઉજવવાનું સ્થાનિક સૌ મિત્રોએ નક્કી કર્યું છે. અને આ દિવસે વિરમાયાં દેવ ને શિરો અને મગનો મહાપ્રસાદ ધરાવવો અને શિરો – મગને વિરમાયાં દેવની સત્તાવાર પ્રસાદી= નૈવેદ્ય જાહેર અમે સૌએ કરી છે. એ મુજબ શિરો -મગ ની મહાપ્રસાદ વિરમાયાંદેવને ધરાવીને સૌ એ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી. શિરો -મગની પ્રસાદીના એક વર્ષ (બાર મહિનાની સાતમ ) સુધી ના દાતા ધીરજભાઈ સોલંકી(દુઃખવાડા ),અમરતલાલ વૈષ્ણવ(મોટી સરાય ), વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર (મોટીસરાય ),કમલેશભાઈ સોલંકી(બગવાડા )તથા બાબુભાઇ ઊંઝાકર (બગવાડા)એ સંયુક્ત રીતે સ્વીકારેલી છે. આજના આ કાર્યક્રમમાં પાટણ શહેરમાંથી સામાજિક આગેવાન ભરતભાઈ વાણીયા, યોગેશભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ગીતાબેન સોલંકી, કનુભાઈ પરમાર, તેમજ આજુબાજુ થી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને માયાપ્રેમીઓ અને માયાવંશી ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. ધીરજભાઈ સોલંકીએ વિરમાયાં ના ઇતિહાસ સંસ્થાનો ઇતિહાસ અને હાલની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિશેષ માહિતી આપી સમગ્ર ઘટના વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમ નું સંચાલન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.
Average Rating