Categories
Gujarat

વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાંથી પરત આવતા સુરતના કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની અડફેટે મોત

0 0
Read Time:56 Second

વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાંથી પરત આવતા સુરતના કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની અડફેટે મોત

તાપીના કાકરાપારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું મોત થયું છે. કાકરાપારથી બાઇક પર સુરત આવી રહેલા કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ કોન્સ્ટેબલના મૃતદેહને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

પીએમ મોદીની ડિગ્રી કેસમાં મેટ્રો કોર્ટનો સમન્સ રદ કરવાની અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

0 0
Read Time:56 Second

પીએમ મોદીની ડિગ્રી કેસમાં મેટ્રો કોર્ટનો સમન્સ રદ કરવાની અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેવાનો સમન્સ રદ કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટ ફગાવી છે. હવે મેટ્રો કોર્ટમાં જ કેસની ટ્રાયલ ચાલશે અને કેજરીવાલ તેમજ સંજયસિંહે હાજર થવું પડશે. પીએમ મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પર ટિપ્પણી કરવાને લઈ બંને સામે યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ, શક્તિસિંહ ગોહિલની અટકાયત

0 0
Read Time:56 Second

કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ, શક્તિસિંહ ગોહિલની અટકાયત આઇટી વિભાગે કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરતા અમદાવાદમાં શનિવારે ઈન્કમટેકસ બ્રિજ નીચે બેસી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. પોલીસે શક્તિસિંહ ગોહિલની અટકાયત કરતા કાર્યકર્તાએ પોલીસની ગાડી પર ચડી તેમને રોકવાનો પ્રયાસ કર્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું, “કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ના ભજવી શકે માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ પર તાળાબંધી કરાઈ છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરાશે

0 0
Read Time:50 Second

ગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરાશેગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મના હસ્તે મેડલ એનાયત કરાશે. જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા અને એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ રાજીવ રંજન ભગત અને અમદાવાદના રેન્જ આઈજી પ્રેમવીર સિંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્ર ચૌધરી, મનિન્દર પ્રતાપસિંધ પવાર અને રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું:

0 0
Read Time:54 Second

હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું: ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ‘X’ પર લખ્યું કે, “હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.” તેમણે વધુમાં લખ્યું કે, મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. નોંધનીય છે કે, અગાઉ વિજાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

0 0
Read Time:48 Second

PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં પીએમ મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ પૂર્વના માનવ વસાહતના પુરાવા મળ્યા છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડો. અનિન્દ સરકારે કહ્યું, “વડનગર 800 ઇસા પૂર્વથી સતત વસવાટ સાથે ભારતનું સૌથી જૂનું જીવિત કિલ્લેબંધ શહેર છે.” વધુમાં કહ્યું, અભ્યાસ સૂચવે છે કે લાંબા વર્ષો દરમિયાન મધ્ય એશિયાના યૌદ્ધાઓએ ભારત પર વારંવાર આક્રમણ કર્યું હતું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Gujarat

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

0 0
Read Time:3 Minute, 9 Second


આમ આદમી પાર્ટી

તારીખ: 13/12/2023

વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા

ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા

અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.

ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર થતી હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું: ઈસુદાન ગઢવી

0 0
Read Time:8 Minute, 29 Second

આદમી પાર્ટી*તારીખ: 13/12/2023*

દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર થતી હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું: ઈસુદાન ગઢવી

**હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે: ઈસુદાન ગઢવી**

ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી, તેઓ ફક્ત ‘આપ’ને તોડવા માંગે છે: ઈસુદાન ગઢવી*

*વિસાવદરની જનતા લોકસભામાં પણ ભાજપની જાકારો આપે તેવી અપીલ કરું છું: ઈસુદાન ગઢવી*

*ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે: ઈસુદાન ગઢવી*

*વિસાવદરની જનતાની માફી માંગુ છું અને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય: ઈસુદાન ગઢવી*

*અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો: ઈસુદાન ગઢવી*

*ભાજપ ‘આપ’ ને ખતમ કરવા માંગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ સરકાર બનાવશે: ઈસુદાન ગઢવી*

*અમદાવાદ/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર છેલ્લા એક વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે. અત્યાર સુધી રાજનીતિમાં એવું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો રાજનીતિમાં આવીને વધુ રૂપિયા લૂંટતા હતા. એટલા માટે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે. અને ભાજપ પાસે 156 ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ વારંવાર અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક ધારાસભ્યને આવી ઓફર થતી હતી. અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું.ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી. તેઓ બસ એક જ વાત ઈચ્છી રહ્યા છે કે વિપક્ષમાં કોઈપણ નેતા મજબૂત ન થાય. તે માટે તેઓ સતત અમારા ધારાસભ્યોને સંપર્ક કરતા હતા. તેઓ ઇચ્છતા હતા કે ત્રણ ધારાસભ્યો સાથે મળી જાય અને આમ આદમી પાર્ટી છોડે કારણકે જો ત્રણ સાથે આવી જાય તો તેમને રાજીનામા પણ ન આપવા પડે. આજે ભાજપ પાસે ખૂબ જ સત્તા છે, તેમ છતાં પણ તેઓ પાંચમાંથી ત્રણ ધારાસભ્યોને તોડી શક્યા નથી. ચૈતરભાઈ વસાવાના પત્નીને છેલ્લા દોઢ વર્ષથી જેલમાં રાખ્યા છે અને ચૈતરભાઇને પણ ખોટા કેસ કરીને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેઓ ગમે તે રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. એટલા માટે તેઓએ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે, કારણકે તેમને લાગે છે કે આમ કરવાથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે.હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે. ક્યાંક ને ક્યાંક અમે ઉમેદવાર મૂકવામાં થાપ ખાઈ ગયા પરંતુ વિસાવદરની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય. હું વિસાવદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે ફક્ત વિસાવદરની ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં પણ જૂનાગઢની સીટ પર ભાજપને જાકારો આપી જેથી તેઓ ભવિષ્યમાં ધારાસભ્ય તોડવાનું ભૂલી જાય.*આમ આદમી પાર્ટી ગુજરાત*[12/13, 1:21 PM] +91 6357 422 187: *પ્રેસનોટ: 176**આમ આદમી પાર્ટી*તારીખ: 13/12/2023*વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા**ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા**અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા**સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા**અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.*આમ આદમી પાર્ટી ગુજરાત*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

0 0
Read Time:3 Minute, 37 Second

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

           રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. 
           તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.), ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.), પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ સહિત તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓએ આ પ્રસંગે પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ વિગેરે કરવામાં આવ્યા હતાં.





           આ દ્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૯૪ કુમાર અને ૮૫ કન્યાઓ મળી કુલ ૧૭૯ બાળકો તથા બાલવાટિકામાં ૪૯૪ કુમાર અને ૪૪૫ કન્યાઓ મળી કુલ ૯૩૯ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે 
આંગણવાડીમાં ૧૫૦  કુમાર અને ૧૪૪ કન્યાઓ મળી કુલ ૨૯૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૯,૮૩,૪૭૧ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૮૨,૦૨૩ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ અને બી.આર.સી. સ્ટાફગણ, તમામ શાળાઓનાં શિક્ષકો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી  યાદીમાં જણાવે છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %