Categories
Gujarat ATS news

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઇસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

0 0
Read Time:4 Minute, 1 Second

ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.બસીયા નાઓને ગુપ્ત બાતમી મળેલ કે, નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓ BSF ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે. બાતમી હકીકત બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક એ.ટી.એસ. નાઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.બસીયા તથા એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નિલેશ બળીયાની પુછપરછ કરતા તેણે જણાવેલ કે તે છેલ્લા પાંચેક વર્ષથી B.S.F બટાલીયન-૫૯ ના હેડક્વાર્ટર ભુજ ખાતે CPWD ના ઇલેક્ટ્રીકલ વિભાગની ઓફીસના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી- ૨૦૨૩ માં વોટ્સએપ મારફતે અદીતી તિવારી નામ ધરાવી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવેલ અને તેણીની સાથે મિત્રતા થતા પોતે BSF ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ. સદર મહીલા એજન્ટ દ્વારા નિલેષને જણાવેલ કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ BSF ને લગત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટ્સએપ ઉપર મોકલી આપ અને આ કાગળો તેના કામના હશે તો તને સારા એવા પૈસા આપવામાં આવશે તે રીતે પૈસાની લાલચમાં આવી નિલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડેલ હતી. ત્યારબાદ નિલેશ દ્વારા જાન્યુઆરી-૨૦૨૩ થી તા. ૨૮/૦૬/૨૦૨૩ સુધી તેણે BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી મોકલી આપેલ છે, તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા નિલેષના બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે PayTM મારફતે જુદા-જુદા એકાઉન્ટમાંથી રૂ.૨૮,૮૦૦/- મોકલી આપેલ છે.ત્યારબાદ શકમંદ નિલેશ બળીયાના ફોનની FSL મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવેલ હતા તથા સદર માહિતીના બદલામાં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલ છે. સદર પુરાવા મળતા નિલેશ બળીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ દ્વારા BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ઇ.પી.કો ક-૧૨૧- ૬-૧૨૩ તથા ૧૨૦-બી ગુજરાત એ.ટી.એસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી :: નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

0 0
Read Time:3 Minute, 37 Second

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

           રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. 
           તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.), ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.), પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ સહિત તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓએ આ પ્રસંગે પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ વિગેરે કરવામાં આવ્યા હતાં.





           આ દ્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૯૪ કુમાર અને ૮૫ કન્યાઓ મળી કુલ ૧૭૯ બાળકો તથા બાલવાટિકામાં ૪૯૪ કુમાર અને ૪૪૫ કન્યાઓ મળી કુલ ૯૩૯ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે 
આંગણવાડીમાં ૧૫૦  કુમાર અને ૧૪૪ કન્યાઓ મળી કુલ ૨૯૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૯,૮૩,૪૭૧ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૮૨,૦૨૩ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ અને બી.આર.સી. સ્ટાફગણ, તમામ શાળાઓનાં શિક્ષકો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી  યાદીમાં જણાવે છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

1 0
Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

1 0
Read Time:2 Minute, 31 Second

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદા ની સંધ્યા આરતી નો લ્હાવો લેતા મુખ્ય મંત્રીશ્રી
::::::;:;;;;;;;

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી

નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ પણ જોડાયા

શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે.
આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.
ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી.
આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.
આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે મુખ્યમંત્રીશ્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો.
–૦૦૦–

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %