Categories
Amadavad

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

0 0
Read Time:50 Second

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડોકટર નું લેપટોપ ગુમ થયેલું જે સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર પતિ પત્નીને મળ્યું હતું. આ દંપતીએ આ લેપટોપ તેના માલિક સુધી પહોંચાડવા વફાદારી પૂર્વક સાબરમતી પોલીસની મદદથી તબીબ સુધી પહોચાડ્યું હતું. લેપટોપમા મહત્વના રેકોર્ડ હોય તબીબને પેરત મળતા હાશકારો અનુભવ્યો હતો. અને આ દંપતીનો આભાર વ્યક્ત કરતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Patan

પાટણ શહેરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક નો લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો ..

0 0
Read Time:1 Minute, 37 Second

પાટણ શહેર માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ. જે ફરિયાદી પાસે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ના અધિકારીએ રૂપિયા ૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી . જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ સમાજ કલ્યાણ નિરીક્ષક ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦/- લાંચની માંગણી કરી, રૂા.૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી ACB એ રંગે હાથ ઝડપી પાડયા

આરોપી સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ.

ટ્રેપનું સ્થળ :- જીલ્લા પંચાયત કચેરી પાટણ

નોંધ :-આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરીઆગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારીશ્રી :- શ્રી જે.પી સોલંકી., પો.ઇન્સ. એ.સી.બી. પાટણ સુપરવીઝન અધિકારીશ્રી :-શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

1 0
Read Time:4 Minute, 1 Second

સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %