ફરિયાદીશ ભરતભાઇ S/O મગનભાઇ મકનભાઇ પટેલ ઉવ.૩૭ ધંધો:- વેપાર રહે, ગામ જોધપર નદી તા.જી.મોરબી સને-૨૦૧૭ માં મોરબી ખાતે બીજોટીક લાઇફ સાયન્સ પ્રા.લિ. નામની કંપની શરુ કરવાના હોય તેઓને કલાસ વન ઓફિસર ની ઓળખ આપી કંપની માટે જરૂરી જી.પી.સી.બી. બોર્ડનુ લાયસન્સ કઢાવી આપવા ફી તેમજ પ્રોસેસીંગ પેટે રૂ.૪૨,૮૬,૦૦૦/- મેળવી લઇ લાયસન્સનું કોઇ પણ પ્રકારનુ કામ નહી કરી આપી નાંણા પરત આપેલ નહી જે બાબતે સોલા હાઇકોર્ટ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૫૨૩૦૩૫૦/૨૦૨૩ ઇપીકો કલમ ૧૭૦, ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધાયેલ હોય ઉપરી અધિકારી શ્રીની સુચનાથી આગળની વધુ તપાસ અત્રે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ને સોંપવામા આવતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.આલ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આ ગુનામાં અગાઉ આરોપી બહેન માલીનીબેન ઉર્ફે માલુ કિરણભાઈ ઉર્ફે બંસી સ/ઓ જગદીશભાઇ પટેલ ઉવ.૪૪ રહે. એ/૧૭, પ્રેસટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની સામે, ઘોડાસર અમદાવાદ શહેર ને ગઇ તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ અટક કરવામાં આવેલ છે. આરોપી કિરણભાઇ ઉર્ફે બંસી S/O જગદીશભાઇ પટેલ ઉવ.૪૫ રહે. એ/૧૭,
પ્રેસટીજ બંગ્લોઝ, જીવીબા કુલની બાજુમાં, ઘોડાસર અમદાવાદ શહેર મુળવતન:- ગામ નાઝ તા.
દસક્રોઇ, જી.અમદાવાદ શ્રીનગર સિટીના નિસાત પોલીસ સ્ટેશનના ગુનામાં નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ
શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હોય ટ્રાન્સફર વોરંટ આધારે આરોપીનો કબ્જો મેળવી આજરોજ
તા.૧૦/૦૮/૨૦૧૩ ના રોજ અત્રે લાવી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આરોપી કિરણ પટેલે ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે કલાસ વન ઓફિસર તરીકેની ઓળખ આપેલ તેમજ આરોપી બહેન માલિનીબેન પટેલે પણ પોતાના પતિ કલાસ વન ઓફિસર છે અને સરકાર મા સારી ઓળખાણો અને વગ ધરાવતા હોવાનુ જણાવેલ • ફરિયાદી સાથે મિટીંગ દરમ્યાન લાયસન્સ ની તમામ પ્રોસીઝર અને ફી મળી કુલ ૪૦ થી ૪૫
લાખ જેટલા રૂપિયા આપવા પડશે તેમ જણાવેલ
- ફરિયાદીએ સૌપ્રથમ આરોપી કિરણ પટેલ ના રહેણાક સ્થળે જઇ રોકડા રૂપિયા ૨૦ લાખ
ચુકવેલ બાદ ટુકડે ટુકડે બીજા રૂપિયા મળી કુલ ૪૦,૩૬,૦૦૦/- આપેલ • ત્યારબાદ આરોપી કિરણ પટેલે પોતાને પ્રોપર્ટી ખરીદવા માટે અઢી લાખ રૂપિયાની જરૂર છે, જે રૂપિયા તમને થોડા દિવસ પછી પરત આપી દઇશ તેમ જણાવી બીજા અઢી લાખ રૂપિયા લીધેલ
- થોડા દિવસ પછી આ અઢી લાખ રૂપિયા પરત માંગતા પોતાની XUV ગાડી રાખવા આપેલ બાદ ગાડી પરત લઈ ચેક આપતા ફરિયાદીએ બેંકમા તપાસ કરતા તેના બેંક એકાઉન્ટ મા બેલેન્સ નહી હોવાનુ જણાય આવેલ
- તેમજ સાત આંઠ મહિના સુધી લાઇસન્સની પ્રોસેસ આગળ વધેલ નહી જેથી ફરિયાદીએ તપાસ કરતા કિરણ પટેલ કોઇ અધિકારી નથી અને ખોટુ ઓળખ આપી લાઇસન્સ કઢાવી આપવાના બહાને રૂપિયા લઇ લીધેલ હોવાની જાણ થતા કિરણ પટેલ ને મળી વાત કરતા પોતાને રૂપિયાની જરૂર હોવાથી આ કામ કરેલ છે હાલ રૂપિયા નથી થોડા સમય મા પરત આપી દઇશ તેમ જણાવેલ
- બાદ જો આ રૂપિયા ના ચુકવી શકુ તો નારોલ ખાતે આવેલ પ્રોપર્ટી નો હક તમારો રહેશે તેવુ લખાણ લખી આપેલ • બાદ ફરિયાદીને જાણ થયેલ કે આ પ્રોપર્ટી વાંધા વાળી છે જેથી ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશન
માં ફરિયાદ કરવા જતા કિરણ પટેલે જણાવેલ કે ગમે તેમ કરીને રૂપિયા ચુકવી દઇશ તેમ કરીને સમાધાન કરેલ જેથી જે તે વખતે કોઇ ફરિયાદ કરેલ નહી.
- આરોપી કિરણ પટેલ પી.એમ.ઓ. કાર્યાલય ના અધિકારી તરીકેની તથા મોટા ઉદ્યોગકાર અને પોતાને કોર્પોરેટ ક્ષેત્રોમા ભાગીદાર હોવાની ઓળખો આપી પ્રભાવિત કરી પોતાના અન્ય કોઇ પ્રોજેકટમાં ઇન્વેસ્ટ કરવા તથા કામ અપાવવાના પ્રલોભનો આપી પોતાનો આર્થિક હેતુ પાર પાડી છેતરપીંડી કરવાની ટેવવાળો હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે.
- આરોપી શ્રીનગર સિટીના નિસાત પોલીસ સ્ટેશનના ગુનામાં નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હોય ટ્રાન્સફર વોરંટ આધારે આરોપીનો કબ્જો મેળવી અત્રે લાવી સોલા હાઇકોર્ટ પો.સ્ટે નાં ઉપરોકત ગુનાના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.